Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

કેશોદના રાણીંગપરાનાં જગદીશ ઝાલાની હત્યામાં પત્ની શાંતાની રાત્રે ધરપકડ

કેશોદ-જુનાગઢ, તા.૧૯: કેશોદનાં રાણીંગપરાનાં જગદીશ ઝાલાની હત્યામાં પોલીસે રાત્રે પત્ની શાંતાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

કેશોદ તાલુકાનાં રાણીંગપરા ગામે રહેતા દલિત જગદીશ સોમાભાઇ ઝાલા દારૂ પીને પત્નિ શાંતાબેનને ત્રાસ આપતો હોય જેનાથી આ મહિલા કંટાળી ગઇ હતી.

ગઇકાલે પતિ-પત્નિ વચ્ચે બોલાચાલી થઇ હતી જેમાં મહિલાએ લોખંડનો દસ્તો ઝીંકીને પતિ જગદીશની હત્યા કરી નાંખી હતી.

પત્નિના હાથે પતિની હત્યાનાં બનાવથી કેશોદ વિસ્તારમાં હલચલ મચી ગઇ હતી.

ઉલ્ટી ગંગા જેવા બનાવમાં ગત રાત્રે પોલીસે શાંતાબેનની પતિની હત્યા કરવા સબબ ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(3:48 pm IST)