Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

અમરેલી જીલ્લામાં વિધાનસભામાં વિજય બાદ તમામ તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો દબદબો

વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ ૪ દિ'થી ધામા નાખ્યા'તા

અમરેલી, તા. ૧૯ : અમરેલી જિલ્લાની ૧૧ તાલુકા પંચાયતના પ્રમુખ તથા ઉપપ્રમુખની આજે ચૂંટણી યોજાતા તમામ ૧૧ તાલુકા પંચાયતમાં કોંગ્રેસે મેદાન મારી દઇ અને પોતાના ઉમેદવારોને વિજયી બનાવ્યા છે. અગાઉ ૧૧ તાલુકા પંચાયત પૈકી બે તાલુકા પંચાયત ભાજપ પાસે હતી તે પણ કોંગ્રેસે કબ્જે લેતા ગુજરાત વિધાનસભાની તમામ બેઠકો મેળવ્યા બાદ હવે તમામ તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો દબદબો જોવા મળી રહ્યો છે. અમરેલી તાલુકા પંચાયતમાં વર્તમાન તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અને અમરેલી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અરવિંદભાઇ કાછડીયાએ બળવો કરી કોંગ્રેસના સતાવાર ઉમેદવાર સામે ઉમેદવારી કરતા અરવિંદભાઇ કાછડીયાનો પરાજય થવા પામ્યો હતો.

અમરેલી જિલ્લાના ૧૧ તાલુકા પંચાયત કે જેમાં અમરેલી કુંકાવાવ, બગસરા, ધારી, લાઠી, લીલીયા, જાફરાબાદ, રાજુલા, ખાંભા, સાવરકુંડલા અને બાબરા તાલુકા પંચાયતમાં પ્રમુખ-.પપ્રમુખની મુદત પૂરી થતાં ગઇકાલે નવી ટર્મ માટે ઉમેદવારી નોંધાવવાની હતી જેમાં કોંગ્રેસ પક્ષે ગઇકાલે જ સાત તાલુકા પંચાયત બિનહરીફ કબજે કરી લીધી હતી. જયારે આજે ૪ તાલુકા પંચાયતમાં ભાજપે પોતાના ઉમેદવારો ઉભા રાખતા ચૂંટણી યોજાય હતી, પરંતુ ૪ તાલુકા પંચાયતમાં ચૂંટણીના અંતે તમામ તાલુકા પંચાયતમાં કોંગ્રેસે કબ્જો જમાવી દીધો હતો.

અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખના નામ

અમરેલી-નરેશ અકબરી(પ્રમુખ)   રમેશ કોટડીયા (ઉપપ્રમુખ)

જાફરાબાદ- રખમાઇબેન કવાડ(પ્રમુખ) ભગવાનભાઇ બારૈયા(ઉપપ્રમુખ)

ધારી-બેનસાબેન વાળા(પ્રમુખ) બાબુ ભાઈ સાવલિયા (ઉપપ્રમુખ)

 રાજુલા- બંસીબેન  બળવંતભાઈ લાડુમોર(પ્રમુખ) ગીતાબેન જગુભાઈ દ્યાખડા (ઉપપ્રમુખ)  ખાંભા- સોમલાભાઈ વાળા (પ્રમુખ) અશ્વિન પરમાર (ઉપપ્રમુખ) બગસરા- દક્ષાબેન કોરાટ (પ્રમુખ) વિનોદ ધારીયા (ઉપપ્રમુખ)

લાઠી- જનક તલાવીયા (પ્રમુખ) વજુ નવાપરિયા (ઉપપ્રમુખ)

બાબરા- ધકુબેન વાસણી (પ્રમુખ) કિશોર દેથલીયા (ઉપપ્રમુખ)

 લીલીયા- ઇન્દુબેન પરમાર (પ્રમુખ) ચોથાભાઈ કસોટીયા (ઉપપ્રમુખ)

 કુંકાવાવ- ભાનુંમતીબેન વસાણી (પ્રમુખ) દેવધાનભાઈ ખાચરીયા (ઉપપ્રમુખ)

 સાવરકુંડલા- રાદ્યવભાઈ સાવલીયા (પ્રમુખ) બબલાભાઈ ખુમાણ (ઉપપ્રમુખ)

(3:39 pm IST)