Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

પડધરી તાલુકા પંચાયતના પ્રમુખપદે શાંતીલાલ બોડા ઉપપ્રમુખ તરીકે ભીમાભાઇ સાનીયા

 પડધરી તા.૧૯ : પડધરી તાલુકા પંચાયતની પ્રમુખ-ઉપપ્રમુખના હોદ્દા માટેની ચૂંટણીના આજે ફોર્મ ભરવાના દીવસે કોંગ્રેસ પક્ષ તરફથી નીચેના ઉમેદવારની મેન્ડેડ ફોર્મ સાથે જાહેરાત કરવામાં આવેલ છે.

જેમાં તાલુકા પંચાયતમાં સત્તાવાર ફોર્મ પ્રમુખ પદ માટે શાંતીલાલ કરશનભાઇ બોડાએ અને ઉપપ્રમુખ પદ માટે ભીમાભાઇ તેજાભાઇ સાનીયાએ ફોર્મ ફી ભર્યા હતા.

(3:29 pm IST)