Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

કેન્સર સામે જાગૃતિનો સંદેશો પ્રસરાવ્યો...૭૦૦૦ કિલોમીટરની સાયકલ યાત્રા પૂર્ણ કરનાર અમેરિકાની રિધ્ધી પટોડીયાનું ધોરાજીમાં સન્માન

ધોરાજી : અહીંના શિક્ષણ પ્રેમી એન્જીનીયર પ્રફુલભાઇ પટોડીયા (હાલ) અમેરીકાની પુત્રી રિધ્ધી પટોડીયાએ વિશ્વના માનવ કલ્યાણ માટે ટેકસાસથી ૭૦ છાત્ર-છાત્રાઓ સાથે અંદાજે ૭રપ૦ કિ.મી.ની સાયકલ યાત્રા કરી કેન્સર અંગે જાગૃતી પ્રસરાવી હતી. ટેકસાસથી લુઇજીયાના મસીસીપી, કંટકી ટેનઇસી, આરકેનસ, મીમેરી ઇલેનોપ, આયોવા, વિસ્કાનસન, મીનીસોડા, સહિતના શહેરોમાં લોકોને કેન્સર પ્રત્યે જાગૃત કરવા કાજે સેમીનારો યોજી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડયુ હતું. સાયકલ યાત્રા દરમિયાન લોકોએ આપેલ ચેરીટીની રકમ એમ.ડી.એર્ડસન કેન્સર સેન્ટર અને કેન્સરની હોસ્પીટલોમાં આપેલ કેન્સરના રીર્વસમાં પણ ચેરીટી આપી માનવ સેવાનું ઉદાહરણ પુરૂ પાડયું હતું. ટેકસાસ ૪૦૦૦ સાયકલ યાત્રા પૂર્ણ થયા બાદ રિધ્ધિ પટોડીયાનું અમેરીકા ખાતે સન્માન કરાયું હતું બાદમાં ધોરાજી ખાતે આવી પહોંચતા રાજયના કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાએ સન્માનીત કરી ગુજરાત અને ધોરાજીનું નામ રોશન કરવા બદલ શુભેચ્છા પાઠવી હતી. આ તકે માનવ સેવાના ધર્મેન્દ્ર બાબરીયા ભોલાભાઇ સોલંકી, ડો. સી.વી.બાલધા સહિતનાઓએ પણ સેવાઓને બિરદાવી હતી. તે પ્રસંગની તસ્વીરો.

(1:20 pm IST)