Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

ચોટીલાનાં ત્રંબોડા ગામની સીમમાં જુગાર રમતા ૪ ઝડપાયા

વઢવાણ તા.૧૯: સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દિપક કુમાર મેઘાણીની સૂચના આધારે લીંબડી ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ચોટીલા તાલુકાના ત્રંબોડા ગામની સીમમાં જુગાર રમતા શખ્સોને જુગાર રમતા ઝડપી પાડયા છે.

ચોટીલા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. પી.ડી. પરમાર તથા પો. હેડ કોન્સ. દેવાભાઇ તથા પો. કોન્સ. વિભાભાઇ તથા સરદારસિંહ તથા ભરતભાઇ તથા શેખાભાઇ તથા શિલ્પાબેન વિગેરે સહિતની ટીમ દ્વારા ચોટીલા તાલુકાના ત્રંબોડા ગામની સીમમાં રેઇડ કરતા જુગાર રમતા આરોપીઓ (૧) મહેશભાઇ ઉર્ફે મુન્નો ધીરૂભાઇ મલકીયા ત. કોળી ઉ.વ. ૩૦,(ર) લાલુભાઇ ગગજીભાઇ માલકિયા ત. કોળી ઉ.વ. ૨૨, (૩) રમેશભાઇ વાઘાભાઇ ખોરાણી ત.કોળી ઉ.વ. ૩૨, (૪) અશ્વિનભાઇ કેહાભાઇ માલકિયા ત.કોળી ઉ.વ. ૨૦ રહે. બધા ત્રંબોડા તા. ચોટીલા વાળાઓને કુલ રોકડ રકમ રૂ. ૧૧૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી, ધોરણસર અટક કરવામાં આવેલ છે. પકડાયેલ તમામ આરોપીઓ વિરૂધ્ધ ચોટીલા પોલીસ સ્ટેશનના પો. કોન્સ. વિભાભાઇ ગગજીભાઇએ સરકાર તરફે ફરીયાદી બની, જુગાર ધારા મુજબ ગુન્હો દાખલ કરાવી, કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

(1:19 pm IST)