Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

સુરેન્દ્રનગર જીલ્લા પંચાયત અને ૧૦ તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની કાલે ચૂંટણી

વઢવાણ, તા., ૧૯: સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત પ્રમુખ-ઉપપ્રમુખની ટર્મ પુર્ણ થતા ભાજપની સોગઢાબાજીથી દુર રહેવા માટે કોંગ્રેસના જિલ્લા પંચાયતના સદસ્યો દિવ ફરવા માટે ચાલ્યા ગયા બાદ રાત્રે સુરજ દેવળ રોકાણ કરીને વહેલી સવારે સુરેન્દ્રનગર પરત ફર્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની દાવેદારી કરવા માટેના ફોર્મ ભરાનાર છે. ત્યારે આજે આ ફોર્મ ભરાયા બાદમાં બુધવારે બપોર સુધીમાં સુરેન્દ્રનગર જીલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ પણ નક્કી થઇ જવાની ધારણા હાલમાં વર્તાઇ રહી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં મહીલા સીટ છે ત્યારે કલ્પનાબેન ધોરીયા, કોળી પટેલ મહીલા પ્રમુખ થવાની ચોક્કસપણે બાતમી મળી રહી છે.

લીંબડીમાં કોંગ્રેસ પ્રમુખ પદે હતી અને ઉપપ્રમુખ પદે ભાજપ રહેલ હતી. ત્યારે હવે ચોક્કસ ચિત્ર આવતીકાલે સાબીત થનાર છે. ત્યારે ૧૦ તાલુકા પંચાયત પ્રમુખ-ઉપપ્રમુખ બદલનાર છે.

ત્યારે જિલ્લા પંચાયત સુરેન્દ્રનગર સામાન્ય મહિલા (કોંગ્રેસ) તાલુકા પંચાયત દસાડા (સામાન્ય મહિલા-ભાજપ) તાલુકા પંચાયત સામાન્ય મહિલા કોંગ્રેસ તા.પં. થાન સા.મ. ભાજપ, તા.પં. વઢવાણ સા.મ. ભાજપ, તા.પં. લીંમડા બ.પં. મહિલા કોંગ્રેસ, તા.પં. ચોટીલા, સા.પુ. ભાજપ, તા. પં. ચુડા સા.પુ. કોંગ્રેસ, તા.પં. લખતર સા. પુ. કોંગ્રેસ, તા.પં. સાયલા સા.પુ. કોંગ્રેસ, તા. પં. મુળી અનુ.જાતી પુ. ભાજપ આજે ફોર્મ ભરનાર છે. આવતીકાલે ફેંસલો જાહેર થનાર છે.

(1:18 pm IST)