News of Tuesday, 19th June 2018

મોરબીમાં ઉદ્યોગપતિ ખંડણી પ્રકરણમાં વધુ ત્રણ આરોપીઓના નામ ખુલ્યા

એકઝપ્લોવીઝનું ગેરકાયદેસર વેચાણ કરનારને ઝડપી લેવા એસઓજીની કવાયત

મોરબી તા. ૧૯ : મોરબી જીલ્લાના વાંકાનેર ખાતે ઉદ્યોગપતિને એક કરોડની ખંડણી માટે કાર નજીક વિસ્ફોટ કરી ધમકી આપવામાં આવી હતી જેની તપાસ ચલાવતી એસઓજી ટીમે બે આરોપીને ઝડપી લીધા બાદ રિમાન્ડ દરમિયાન વિસ્ફોટક પદાર્થ વેચનારા અન્ય ત્રણ આરોપીના નામો ખુલતા આરોપીઓને ઝડપી લેવા કવાયત આદરી છે.

મોરબી જીલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડની સુચનાથી એસઓજી ટીમના પીઆઈ એસ.એન.સાટીની ટીમે ઉદ્યોગપતિ ખંડણી પ્રકરણમાં અઆરોપી હિતેશ ગામી અને ઘનશ્યામ વરમોરા રહે. બંને નવી પીપળી વાળાને ઝડપી લઈને રિમાન્ડ દરમિયાન આરોપી પાસેથી સ્ફોટક પદાર્થ જીલેટીન સ્ટીક ટોટા કુલ ચાર માંગ તથા ઈલેકટ્રોનિક ડેટોનેટર ૧૨ નંગ પીપળી ગામના વોકળામાંથી કબજે કરવામાં આવ્યા હતા અને સ્ફોટક પદાર્થ કોની પાસેથી મેળવ્યા તે દિશામાં સઘન તપાસ ચલાવતા અન્ય આરોપી ધીરૂ મોહન કોળી, રાય નરશી વાસાણી રહે. બંને અમરાપુર તા. વિંછીયા તેમજ દેવાભાઈ પોપટભાઈ રાજપરા કોળી રહે. વિંછીયાવાળા આરોપીના નામો ખુલ્યા છે જેમાં આરોપીઓએ શોર્ટ ફાયરનું લાયસન્સ ના હોવા છતાં તમામ જથ્થો એક સાથે ગેરકાયદેસર રીતે વેચાણ કર્યાનો ગુન્હો કર્યો છે જે આરોપીના નામો ખુલતા ત્રણેય આરોપીને દબોચી લેવા એસઓજી ટીમ દોડધામ કરી રહી છેઙ્ગ

માળીયામાં જૂની અદાવતનો ખાર રાખી યુવાન પર હુમલો

માળિયાના રેલ્વે પુલ વાંઢ વિસ્તારના રહેવાસી હુશેન સીદીક મોવરે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી સિકંદર હાજીભાઇ સેડાત રહે. માળિયા વાળાએ જૂની અદાવતનો ખાર રાખી ફરિયાદી યુવાન બેઠો હતો ત્યાં આવીને તેણે લોખંડના પાઈપનો ઘા મારી હાથમાં ફેકચર જેવી ઈજા કરી છરી કાઢતા જીલ્લા અધિક મેજીસ્ટ્રેટ હથીયારબંધી જાહેરનામાં ભંગનો ગુન્હો કર્યો હોય જે મામલે માળિયા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.

મારામારીમાં યુવાન  સહિત બે ઇજાગ્રસ્ત

મોરબીના લાભનગર વિસ્તારના રહેવાસી કેશુભાઈ રમેશભાઈ કોળીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી વાલજી દેગામાં કોળી રહે. લાભનગર વાડી વિસ્તાર વાળાએ બે માસ અગાઉ માતાજીના માંડવામાં ઝઘડો કરેલ જેથી માતાજીના તાવામાં આરોપીને નહિ બોલાવતા ગાળો બોલી તલવાર લઈને ફરિયાદી કેશુભાઈ કોળીને પેટના ભાગે તેમજ સાહેદ ધનજીભાઈને ડાબા પગમાં અંગુઠામાં ઈજા કરી હોવાની ફરિયાદ નોંધાવી છે મોરબી બી ડીવીઝન પોલીસે બનાવ અંગે ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.

(1:18 pm IST)
  • બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો અપાવવો મારો મુખ્ય એજન્ડા ;નીતીશકુમાર અડગ :અમે માંગ કરતા રહીશું ;બિહારના હિતમાં જે કાઈ કરવું પડે તે કરીશું પાછીપાની નહિ કરીએ :નિતી આયોગની બેઠકમાં બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો મળવા માટે તર્ક રજૂ કર્યો હતો ;હજુ પણ માંગણી કરતો રહીશ access_time 1:16 am IST

  • અમદાવાદ : સરદારનગરમાં ફરી એક વખત પોલીસનું મેગા સર્ચ: દેશી દારૂના અડ્ડા પર પોલીસે ટીમ બનાવી તપાસ શરૂ કરી: ડીસીપી. એસીપી અને પીઆઇ સહિત 200 પોલીસકર્મીનું સર્ચ ઓપરેશન access_time 8:03 pm IST

  • ફિફા વર્લ્ડકપમાં ઇંગ્લેન્ડ મજબૂત દાવેદાર નથી છતાં બનાવ્યો અનોખો રેકોર્ડ : ટ્યૂનીશિયા વિરૂદ્ધ તેની પ્રથમ મેચમાં અંતિમ ક્ષણોમાં મળેલી જીતને ત્યાં ટેલિવિઝન પર 1.83 કરોડ દર્શકોએ નિહાળી;જે આ વર્ષનો નવો રેકોર્ડ છે access_time 12:47 am IST