Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

ભાણવડ કોમ્યુનીટી કેર તરફથી વિવિધ સેવાયજ્ઞ

ભાણવડની સેવાભાવી સંસ્થા ભાણવડ કોમ્યુનીટી કેરે પવિત્ર પુરૂષોતમ માસ દરમ્યાન દાતાઓના સહયોગથી વિવિધ સેવાયજ્ઞ ચલાવવામાં આવ્યા હતા. આ સેવાયજ્ઞમાં શહેર મધ્યે વિવિધ સ્થળે પીવાના પાણીના કેરબા મુકવામાં આવ્યા હતા. તેમજ ઉનાળા દરમ્યાન લોકોમાં નિઃશુલ્ક છાશનું વિતરણ કરવામાં આવી રહયું છે. તો પાણીના પરબો પર માટીની નાંદનું વિતરણ કરવામાં આવ્યું હતું. તો પક્ષીઓ માટે પાણીના કુંડા, પશુઓ માટે અવેડા બનાવવામાં આવ્યા તેમજ સમગ્ર પુરૂષોતમ માસ દરમ્યાન બ્રહ્મ ભોજન અને દક્ષિણા આપવામાં આવી હતી. તો જરૂરીયાતમંદ લોકોને ભોજન તેમજ તેમના ઘર સુધી ટીફીન પહોંચતા કરવામાં આવ્યા. ઉપરાંત દાતાઓ તરફથી પણ પુરૂષોતમ માસ દરમ્યાન સેવાયજ્ઞ  કરવામાં આવેલ. જેમાં પ્રકાશભાઇ ગાંગાણી પરીવારે વદ અગીયારસ અને ભારતીબેન વિનોદરાય દાવડા પરીવાર તરફથી ગાયો માટે લાડુ તેમજ લીલા ઘાસચારાનું  વિતરણ કરવામાં આવ્યું હતું. આ દાતાઓના સેવાકીય યજ્ઞને ન્યાય આપવા સંસ્થાના પ્રમુખ જીતુભાઇ કોટેચા, ગૌશાળાના સંચાલક  પ્રહલાદભાઇ ભટ્ટ સહીતના તેમજ મહિલા સત્સંગ મંડળના હિરાબેન વારોતરીયા, શાંતાબેન સોનગરા સહીતનાઓ તરફથી જહેમત  ઉઠાવવામાં આવી હતી.

(1:15 pm IST)