Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

કોડીનારના માઢવડ બંદરે દરિયાનાં મોજાની થપાટમાં મકાન ધરાશાયી

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર ધૂપ-છાંવનો માહોલઃ પવનનું જોર ઘટયું

કોડીનારઃ માઢવડ બંદરે મકાન ધરાશાયી થયુ તે નજરે પડે છે (તસ્વીરઃ અશોક પાઠક-કોડીનાર)

રાજકોટ, તા. ૧૯ :. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મિશ્ર રૂતુનો માહોલ યથાવત છે અને ધૂપ-છાંવવાળુ વાતાવરણ આખો દિવસ અનુભવાય રહ્યુ છે અને પવનનું જોર ઘટયુ છે જેના કારણે બફારાની અસર વર્તાઈ છે.

દરીયામાં મોજા પણ ઉછળી રહ્યા છે. દરીયાના મોજાની થપાટમાં કોડીનારના માઢવડમાં જર્જરીત મકાન ધરાશાયી થયુ હતું.

કોડીનાર

કોડીનારઃ માઢવડ બંદરે હનુમાન મંદિરની બાજુમાં દરીયા કાંઠે આવેલ કેસરબેન જશુભાઈ દડીના મકાનમાં ગયા વર્ષે દરીયાઈ થપાટથી નુકશાન થયુ હોય જર્જરીત હાલતમાં હોય, ત્યારે આજે માઢવડ બંદરે દરીયા કાંઠે ભારે મોજા ઉછળી રહ્યા હોય આ દરીયાઈ મોજાની થપાટમાં જશુબેનનું જર્જરીત મકાન ધરાશાયી થતા સદનસીબે કોઈ જાનહાની થઈ નથી ત્યારે માઢવડ ગામે દરીયાકાંઠે છેલ્લા ૧૫ વર્ષમાં ૨૫ જેટલા મકાનો દરીયાઈ મોજાની થપાટમાં ધરાશાયી થયા હોય માઢવડ બંદરે વર્ષોથી સંરક્ષણ દિવાલ બનાવવા ગામના લોકો રજુઆત કરી રહ્યા છે પરંતુ તંત્ર કે રાજકીય આગેવાનો આ મુદ્દાને ગંભીરતાથી લેતા ન હોય દર વર્ષે મકાન ધરાશાયી થઈ રહ્યાની ઘટના બની રહી છે ત્યારે આ અંગે માઢવડના તલાટીનો સંપર્ક કરતા આ ધરાશાયી મકાનનું પંચરોજ કામ કરી ઉપર મોકલી દીધાનુ જણાવી સંરક્ષણ દિવાલનું કામ સેલેનીટી ક્ષા અંકુશ વિભાગ દ્વારા બનનાર હોય અને હાલ સમગ્ર પ્રક્રીયા ટેન્ડરીંગમા હોવાનું જણાવ્યુ હતું.

જામનગર

જામનગરઃ શહેરનું તાપમાન ૩૭ મહત્તમ, ૨૮ લઘુતમ, ૮૪ ટકા વાતાવરણમા ભેજનું પ્રમાણ, ૧૫.૨ કિ.મી. પ્રતિ કલાક પવનની ઝડપ રહી હતી.

(12:36 pm IST)