Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

જામનગરમાં શાળા પ્રવેશોત્સવની સફળતા માટે મ્યુ.કમિશ્નરના અધ્યક્ષ સ્થાને બેઠક મળી

કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ ૨૦૧૮ અંતર્ગત

જામનગર, તા.૧૯: કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ ૨૦૧૮ અંતર્ગત આગામી તા.૨૨-૨૩ જુન ૨૦૧૮ના રોજ શહેરી શાળા પ્રવેશોત્સવનું આયોજન રાજય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલ છે.

જામનગર શહેરમાં સમાવિષ્ટ માધ્યમિક શાળા તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળા મળીને કુલ ૮૨ શાળા ખાતે કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવશે. જેમાં નવા બાળકોના કુમ કુમ તિલક કરી નામાંકન, કન્યાઓને વિદ્યાલક્ષ્મી બોન્ડ આપવા, બાળકોને શિક્ષણ કિટ વિતરણ વગેરે પ્રવૃતિઓ હાથ ધરવામાં આવશે.         

આ અંગે મહાનગરપાલીકા કોન્ફરન્સ હોલ ખાતે કમિશ્નરશ્રી આર.બી.બારડની અધ્યક્ષતામાં એક સમિક્ષા બેઠકનું આયોજન કરવામાં આવેલુ હતુ. તેમાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ ૨૦૧૮ અંતર્ગત કાર્યક્રમની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો તેમજ કમિશ્નરશ્રીએ આ કાર્યક્રમને અનુલક્ષીને જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપેલ હતુ. બાળકોની સાથે વાલીઓમાં પણ બાળકોના શિક્ષણ પ્રત્યે જાગૃકતા આવે તે પ્રકારના પ્રયત્નો કરવા શિક્ષણ વિભાગને જણાવેલુ હતુ.

આ બેઠકમાં જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી વસંતભાઇ ગોરી, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી કણસાગરા, શાસનાધિકારીશ્રી મહેતા, નિયુકત થયેલ લાયઝન સી.આર.સી. અને બી.આર.સી. તેમજ મહાનગરપાલીકાના પધાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા.                       

જામનગર દેવભુમિ દ્વારકા જિલ્લાના દૈવિપુજક ખેડુતો જોગ

જામનગર, તા.૧૯: જુન જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લાના દૈવિપુજક ખેડુતો માટેની હાઇબ્રીડ તરબુચ, શક્કરટેટી, શાકભાજી, જૈવિક ખાતર, સુક્ષ્મતત્વો ખાતર/ દવા, બિયારણ કિટ્સની યોજનામાં આર્થિક સહાય/ સબસીડી આપવાનુ ચાલુ છે. જેમાં કિટ્સની મહતમ કિંમત ૫૦૦૦/- રૂપિયા પ્રતિ એક એકર છે તથા ખર્ચના ૯૦્રુ સુધી એટલે કે રૂ.૪૫૦૦/- પ્રતિ એક એકરની મર્યાદામાં સહાય આપાવાનું ચાલુ છે. મહતમ બે એકર સુધી લાભ મળવાપાત્ર છે. આ યોજનાનો લાભ લેવા માંગતા દૈવિપુજક ખેડુતોએ તા.૩૦ જુન ૨૦૧૮ સુધી ખુલ્લુ રહેનાર ઓનલાઇન પોર્ટલ ikhedut.gujarat.gov.in પર ઓનલાઇન અરજી કરી યોજનાનો વધુમાં વધુ લાભ લેવા તેમજ અરજીની પ્રિન્ટ આઉટ નકલ, ૭-૧૨ અને ૮-અ ના દાખલાઓ, જાતિનો દાખલો, આધારકાર્ડ તેમજ બેન્ક બચત ખાતાની નકલ નાયબ બાગાયત નિયામકની કચેરી, ૩૦-દિગ્વિજય પ્લોટ, જોડીયાવાલા બિલ્ડીંગ, જામનગર (ફોન નં.૦૨૮૮-૨૬૭૪૨૧૭) ખાતે પહોચાડવા નાયબ બાગાયત નિયામકશ્રી, જામનગરની યાદીમાં જણાવાયુ છે.

ટીસ્યુ કલ્ચર ખારેક વાવેતર સહાય તથા

જામનગરઃ ટીસ્યુ કલ્ચર ખારેક વાવેતર સહાય તથા ઓછા ખર્ચવાળા ફળ પાકો વાવેતર સહાય યોજનામાં લાભ લેવા માંગતા જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લાના તમામ ખેડુત ખાતેદારોએ બાગાયત ખાતા દ્વારા તા.૩૦ સુધી ખુલ્લા મુકવામાં આવેલ આઇ ખેડુત ઓનલાઇન પોર્ટલ ikhedut.gujarat.gov.in પર ઓનલાઇન અરજી કરી અરજીની પ્રિન્ટ આઉટ નકલ, ૭-૧૨ અને ૮-અ ના દાખલાઓ, જાતિનો દાખલો, આધારકાર્ડ, રેશનકાર્ડ તેમજ બેન્ક બચત ખાતાની નકલ નાયબ બાગાયત નિયામકની કચેરી, ૩૦-દિગ્વિજય પ્લોટ, જોડીયાવાલા બિલ્ડીંગ, જામનગર (ફોન નં.૦૨૮૮-૨૬૭૪૨૧૭) ખાતે પહોચાડવા નાયબ બાગાયત નિયામકશ્રી, જામનગરની યાદીમાં જણાવાયુ છે. 

ડ્રાયવીંગ લાયસન્સ રીન્યુ

જામનગરઃ ડ્રાયવીંગ લાયસન્સનો રેકર્ડ સારથી ૪.૦ વર્ઝનમાં હશે તેવા અરજદારો કોઇપણ આરટીઓ કચેરીમાં ડ્રાયવીંગ લાયસન્સ રીન્યુ કરાવી શકશે તેમજ નામ બદલાવી શકશે, પરંતુ આ પ્રક્રિયા દરમ્યાન કોઇપણ કચેરી મૂળ લાયસન્સમાં ડ્રાયવીંગનો નંબર, હયાત વર્ગ, જન્મ તારીખ કે ઇસ્યુ તારીખમાં કોઇઅપણ ફેરબદલી કરી શકશે નહી. અરજદારોને જે કચેરીમાં ડ્રાયવીંગ લાયસન્સ રીન્યુ કરાવવા જવુ હોય તે કચેરીની parivahan.gov.in વેબસાઇટ પરથી સિલેકટ કરી જરૂરી એપોઇન્ટમેન્ટ મેળવવાની રહેશે તેમ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી જામનગરની યાદીમાં જણાવાયુ છે.

(12:28 pm IST)