Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

ઉપલેટા : એસ.ટી.નો ટોલટેક્ષ મુસાફરો પાસેથી ન વસુલવા માંગણી

એસ.ટી.ના ચેરમેનને પત્ર પાઠવતા ગઢાળાના સરપંચ

ઉપલેટા તા.૧૯ : ઉપલેટા થી રાજકોટ વચ્ચે ૧૦૦ કીમીમાં ત્રણ ટોલકનાકા આવે છે ત્યારે એસ.ટી.ને જે ટોલનાકાનો ચાર્જ ભરવાનો થાય છે તે મુસાફરો પાસેથી વસુલ કરવામાં આવે છે ત્યારે એસટી આ ટોલ મુસાફરો પાસેથી લેવામાં આવે છે જે રદ્દ કરવો જોલએ. આ બાબતે ગઢાળાના સરપંચ નારણભાઇ આહિરે એસ.ટી. નિગમના ચેરમેનને પત્ર પાઠવ્યો છે.

જેમાં જણાવ્યુ છે કે, એસ.ટી.માં એક એક મુસાફરને સાત રૂપિયા જેવો ટોલ ટેક્ષ મુસાફરો પાસેથી વસુલ કરે છે. જેથી પ્રાઇવેટ વાહનોમાં જવાનુ મુસાફરો વધુ પસંદ કરે છે. તેમજ સરકારી વાહનોમાં ભાડા ઓછા હોય છે ત્યારે પ્રાઇવેટ વાહનોના ભાડા સસ્તા પડે છે. મોટાભાગની એસ.ટી. બસો ખાલી દોડતી હોય છે. આ મુદ્દે યોગ્ય કરવા માંગણી કરી છે.

(12:22 pm IST)