Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

ભાણવડમાં મોરીવાવ પાસે અવિરત ઉભરાતી ગટર, લોકો ત્રાહિમામ

ભાણવડઃ શહેરના રણજીતપરા બાયપાસ રોડ પર આવેલી મોરીવાવ પાસેની એક શેરીની ગટર લગભગ બારે માસ ઉભરાયેલી જ રહે છે, લાંબા ટાઇમથી સમસ્યા હોવા છતાં પાલીકાને કોઇ નકકર ઉકેલ મળતો નથી કે પછી કાયમી ઉકેલ લાવવાની ઇચ્છા શકિત જ મરી પરવારી છે ? એવું ચોતરફ સંભળાઇ રહ્યું છે. ઘણા જાગૃત નાગરિકોનું તો કહેવું છે કે કાયમ માટે ઉભરાતી ગટરને પાર કરવામાં રહેવાસીઓને કઇ કેટલીય મથામણ કરવી પડે છે. કયારેક-કયારેક તો હાલત એવી થઇ જાય છે કે દસ વિસ ડગલાના અંતરે જવું હોય તો કેટલુંય ફરીને જવું પડે એવી સ્થિતિ થઇ જાય છે. પાલીકા અને પાણી પુરવઠા બોર્ડ વચ્ચેના ગજગ્રાહમાં જનતા પીસાઇ રહી છે ત્યારે હવે તો સ્થિતિ ત્યાં સુધી વણસી ગઇ છે કે, ભૂગર્ભ ગટરની સમસ્યાઓ કે ગટરો ઉભરાવાની સમસ્યા અંગે જનતા પાલીકામાં રજુઆત કરવા જાય છે તો સતાધિશો અને અધિકારીઓ એમ કહીને જવાબદારીથી હાથ ખંખેરી લે છે કે ભૂગર્ભ ગટરો છલકાવાનો પ્રશ્ન પાણી પુરવઠા બોર્ડની કચેરીનો છે. ભૂગર્ભ ગટરનું કામ પાણી પુરવઠા બોર્ડ હસ્તક છે ?!  તો ગંભીર રોગચાળો ભરડો લે એ પહેલા તાતલિક ધોરણે યોગ્ય કરવામાં આવે તેવું સૌ રહીશો ઇચ્છી રહ્યા છે. (તસ્વીર-અહેવાલઃ ડી. કે. પરમાર, ભાણવડ)

(12:21 pm IST)