Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

કોડીનાર નજીક અકસ્માતમાં માંગરોળના ઘાંચી યુવકનું મૃત્યુ

કોડીનાર, તા. ૧૯ : કોડીનાર નજીક અડવી ગામ પાસે અકસ્માતમાં માંગરોળના મુસ્લિમ યુવકનું કરૂણ મૃત્યુ નિપજયું છે.

વિગત મુજબ માંગરોળના ફારૂકભાઇ મહંમદભાઇ ધમેરિયા ઉ.૩૩ મોટર સાઇકલ લઇ વણાંકબારા બોટના સમારકામ માટે ગયા હોય ત્યાંથી પરત ફરતી વખતે કોડીનાર નજીક અડવી ગામ પાસે પહોંચતા કોડીનાર બાજુથી આવતી ઇકો ફોરવહીલના ચાલકે ફારૂકભાઇને હડફેટે લેતા તેમને ગંભીર ઇજા પહોંચતા એમ્બ્યુલન્સમાં કોડીનાર રા.ના. વાળા હોસ્પિટલે ખસેડાતા ત્યાં સારવાર દરમિયાન ફારૂકભાઇનું કરૂણ મૃત્યુ નિપજયું હતું. અકસ્માત સર્જી ઇકો વાહન ચાલક નાસી છૂટયો હતો. ફારૂકભાઇના અકસ્માતની જાણ થતા માંગરોળથી અને કોડીનારના મુસ્લિમ સમાજના લોકો હોસ્પિટલે ઉમટી પડયા હતા. ઇદના તહેવારોના દિવસોમાં અકસ્માતમાં ફારૂકભાઇનું મૃત્યુ થતા તેમના પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઇ છે.

(12:16 pm IST)