Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

ગોંડલ માર્કેટિંગ યાર્ડ માં મજુરી કામ કરતા યુવાને સાડા ત્રણ લાખના સોના-ચાંદીના દાગીના ભરેલ પર્સ પરત કરી માનવતા મહેકાવી

ગોંડલ, તા.૧૯: ગોંડલના નવા માર્કેટિંગ યાર્ડ ખાતે બક્ષીપંચના સમાજ દ્વારા આયોજિત સમૂહલગ્નોત્સવમાં હજારો માણસોની ભીડ જામી હતી જેમાં એક મહિલાનું રૂ. ૩.૫૦ લાખ ના સોના-ચાંદીના દાગીના રોકડ રકમ અને બેન્ક એટીએમ સાથેનું લાલ કલરનું પર્સ ગુમ થઈ જતા મહિલા મુંઝાયા હતા અને મુખ્ય સ્ટેજ ઉપર પર્સ ગુમ થયા અંગે જણાવતા સંચાલકો દ્વારા પર્સ ગુમ થયા અંગેની જાહેરાત કરવામાં આવી હતી, દરમ્યાન ગોંડલના ભગવતપરામાં રહેતા ૨૦ વર્ષીય યુવાન રણછોડ રમેશભાઈ ગોહેલ કોળી સ્ટેજ પર આવી પોતાને મળેલ પર્સ મહિલાને પરત કર્યું હતું અને સાથો સાથ જણાવ્યું કે તમારા પરિવાર અકેલા દાગીના અને રોકડ રકમ બરોબર છે તે ચેક કરી લેશો, મહિલા દ્વારા તેને રોકડા રૂપિયા અગિયારસો પુરસ્કારરૂપે એનાયત કરાયા હતા યુવાને આ રોકડા રૂપિયા અગિયારસો નો પુરસ્કાર સ્વીકાર કરી આ રકમ બાળકો સેવા સમિતિ ને સ્થળ પરજ એનાયત કરી હતી, મૂઠી ઉંચેરા માનવી ની દિલેરી જોઈ બક્ષીપંચ સમાજ દ્વારા યુવાનને હારતોરા પહેરાવી સન્માનિત કરવામાં આવ્યો હતો.

 સમૂહ લગ્નના સ્ટેજ પર રૂપિયા સાડા ત્રણ લાખની કિંમતના દાગીના અને રોકડ રકમ ભરેલું પર પરત કરવા આવેલ યુવાન રણછોડ ગોહેલ ગોંડલ માર્કેટિંગ યાર્ડ માં મજૂરી કામ કરે છે અને તેના પિતા રમેશભાઈ ગોંડલ નગરપાલિકાના માલવયા સોસાયટીમાં આવેલ શબ્દોમાં ફરજ બજાવી રહ્યા છે મૂઠી ઊંચેરા માનવી ની આવી દિલેરી જોઈ સમુહ લગ્નમાં હાજર જનમેદની અવાચક બની જવા પામી હતી.

(12:11 pm IST)