Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

ધોરાજી-જામકંડોરણાને પીવાનું પાણી પુરૂ પાડતા ફોફળ ડેમમાં માત્ર ૩ા ફુટ પાણી...

ધોરાજી, તા. ૧૯ : ધોરાજી-જામકંડોરણાની જીવાદોરી સમાન ગણાતા ફોફળ ડેમમાં પાણી ખૂટી જતાં સંકટ ઉભુ થયું છે. જો વરસાદ ખેંચાશે તો આ વિસ્તારના લોકો પીવાના પાણીના પ્રશ્ને સમસ્યા સર્જાશે.

ધોરાજી-જામકંડોરણાને પીવાનું પાણી પુરૂ પાડતા ફોફળ ડેમમાં માત્ર સવા ત્રણ ફુટ પાણીનો જીવંત જથ્થો રહેતા અને જો વરસાદ ખેંચાશે તો બન્ને શહેર તાલુકામાં પીવાનું પાણીનો સંકટ ઉભુ થશે.

હાલમાં ધોરાજીને દરરોજ ૮ એમએલડી પાણીનો દૈનિક ઉપાડ કરે છે આ રીતે જામકંડોરણા જુથ યોજના પણ આટલો જ જથ્થો છે જો સરકારી તંત્ર ધ્યાન નહીં આપે તો બન્ને તાલુકામાં જળ સંકટ ઉભુ થશે...

હાલમાં ફોફળ ડેમમાં બેફામ પાણીની ચોરી થઇ રહી છે. અધિકારીઓ કઇ જ બોલતા નથી જો આ રીતે ફોફળ ડેમમાં પાણીની ચોરી ચાલુ જ રહેશે તો સીધુ જ જળસંકટ બન્ને તાલુકામાં ઉભુ થશે... આ બાબતે તાત્કાલીક જીલ્લા કલેકટરશ્રી પગલા ભરે એવી માંગણી ઉઠી છે.

(12:10 pm IST)