Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

કોટડાસાંગાણી ના દેવળીયા ગામે જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપાયા

કોટડાસાંગાણી, તા.૧૯: દેવળીયા ગામે જાહેર મા જુગાર રમતા પાંચ શખ્સોને પોલીસે ઝડપી પાડી ૧૨૮૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે કોટડાસાંગાણી પોલીસ ના પી એસ આઈ કે બી સાંખલા તેમજ હેડ કોન્સ્ટેબલ ક્રિપાલસીંહ રાણા કોન્સ્ટેબલ શકિતસિંહ ઝાલા દિવ્યરાજસીંહ જાડેજા નાઈટ પેટ્રોલીંગમા હોય તે દરમિયાન દેવળીયા ગામે જુગાર રમાતો હોવાની બાતમી મળેલ જગ્યાએ રેડ કરતા જાહેર મા હારજીત નો જુગાર રમી રહેલા હરેશ જાદવ રહે જુની ખોખરી મગન બેરાણી રહે દેવળીયા હીતેશ પરાળીયા રહે દેવળીયા ભાવેશ ગાબુ રહે ભાડવા મુકેશ સરાસીયા રહે દેવળીયા જુગાર રમતા હોય તેઓને ઝડપી પાડી ૧૨૮૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(11:56 am IST)