Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

સોમનાથ ઈન્દૌર ટ્રેનને મંજૂરી

ગાંધીનગર આવતી 'શાંતિ એકસપ્રેસ'ને લંબાવાશે

વેરાવળ/રાજકોટ તા.૧૯ :  યાત્રાધામ સોમનાથને દેશના અન્ય યાત્રાધામોની સાથે ખાસ કરીને બાર જ્યોર્તિલીંગોના તીર્થસ્થાનો  સાથે ટ્રેન વ્યવહારથી જોડવા માટે રેલમંત્રી સમક્ષ વેરાવળ પેસેન્જર એસો. અને સોરઠના યુવા સાંસદ રાજેશ ચુડાસમા તેમજ મોહનભાઇ કુંડારિયા સહિતના સૌરાષ્ટ્રના સાંસદો દ્વારા અગાઉ માંગણી કરી હતી. જે ફલિભૂત થઇ હતી. મધ્યપ્રદેશમાં આવેલ ઉજ્જૈન મહાકાલના તીર્થ સ્થાનથી સોમનાથને જોડતી ટ્ર્ેનને રેલમંત્રીએ મંજૂરી આપતા સૌરાષ્ટ્રવાસીઓ સાથે સોમનાથવાસીઓમાં હર્ષની લાગણી પ્રસરી હતી. રેલ તંત્રએ ઉપરોકત રજૂઆતને ધ્યાને લઇ કાર્યવાહી હાથ ધરી ે તેમજ સોમનાથ થી ઈન્દૌર સુધીની  નવી ટ્રેનની મંજુરી આપી છે.

અત્રે ઉલ્લેખનીય રહેશે કે ગાંધીનગર - ઈન્દૌર વચ્ચે 'શાંતિ એકસપ્રેસ' દરરોજ દોડે છે. આ ટ્રેન ઈન્દૌર થી સવારે આઠ વાગ્યે અમદાવાદદ પહોચ્યા બાદ ગાંધીનગરમાં આખો દિવસ પડી રહે છે. અને સાંજે ફરી ઈન્દૌર માટે રવાના થાય છે.  આટ્રેનને હવે સોમનાથ સુધી લંબાવવાની વાત છે  જો સમયમાાં ફેરફાર કરાય તો સાપ્તાહિક ના બદલે આ ટ્રેન ડેઇલી ઉજ્જૈન માટે મળી રહે તેમ છે. સાંસદ મોહનભાઇ કુંડારીયાએ જણાવ્યુ કે ટ્રેનને લંબાવવાની મંજૂરી મળી ગઇ છે. હવે પ્રસ્થાન માટેની તારીખ નક્કી થશે.

(10:53 am IST)