Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

ભૂતકાળમાં દારૂ પીધો હતો શંકરસિંહ વાઘેલાએ કર્યો એકરાર જાહેર જીવનમાં આવ્યા બાદ તમામ બદીઓને તીતાંજલિ આપી

969માં પ્રતિજ્ઞા કરી કે બહાર અને અંદર જુદું એમ બે પ્રકારનું જીવન નહીં જીવવાનું, નહીં પીવાનું તો નહીં જ પીવાનું.’

જામનગર: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા પૂર્વ મુખ્યમંત્રીએ જાહેર મંચ પરથી એકરાર કર્યો હતો કે ભૂતકાળમાં તેમણે દારૂ પીધો છે. જોકે, તેમણે કહ્યું કે, જાહેર જીવનમાં સક્રિય થયા તે સાથે તેમણે તમામ બદીઓ ત્યજી દીધી હતી તેમ કહ્યું હતું .

  દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાલીય તાલુકાના કજુરડા ગામે ગઈકાલે (રવિવારે) એક ધાર્મિક કાર્યક્રમનું આયોજનથયેલ હતું. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના કાર્યક્રમમાં સ્થાનિક રાજકીય અગ્રણીઓ ઉપરાંત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન તેમણે સામાજિક ઉત્થાન અને વ્યાપેલી બદીઓ પરના પોતાના પ્રવચનમાં સ્વીકાર્યું હતું કે, ભૂતકાળમાં તેઓએ પણ દારૂ પીધો છે
 . તેમણે કહ્યું હતું કે, ‘હું જાહેર જીવનમાં આવ્યોઆવ્યા પહેલા દરબારના લક્ષણ હોય કે ના હોયએમાં પીવામાં-ખાવામાં સ્વાભાવિકમારા બાપુજી મને પીવડાવે, અમે આમ આમ આમ (માથું હલાવીને) કરીએ પણ તો થોડી વાર…’ જોકે, તેમણે સાથે કહ્યું કે, જાહેર જીવનમાં આવ્યા બાદ તમામ બદીઓને તિલાંજલિ આપી દીધી. તેમણે કહ્યું કે, ‘1969માં જાહેર જીવનમાં આવ્યા બાદ પ્રતિજ્ઞા કરી કે બહાર અને અંદર જુદું એમ બે પ્રકારનું જીવન નહીં જીવવાનું, નહીં પીવાનું તો નહીં પીવાનું.’

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રથી અલગ થઈને ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારથી રાજ્યમાં દારૂબંધી અમલમાં છે. પણ, રાજ્યમાં બીજા રાજ્યો કરતા વધારે દારૂ પીવાય છે તે વાત જગજાહેર છે. સરકારે દારૂ અંગે કડક કાયદા બનાવ્યા છે, પણ તેની કોઈ ખાસ અસર થઈ હોય તેવું જણાતું નથી. આમ, રાજ્યમાં દારૂબંધી માત્ર નામ પૂરતી હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે.

(11:01 pm IST)