Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

પ્રભાસ પાટણ મોટા કોળી વાડામાં આવેલ રામદેવપીરના મંદિરની પ્રાણપ્રતિષ્ઠાને 30માં વર્ષમાં પ્રવેશતા કેરીનો મનોરથ યોજાયો

બાળકોને બટુક ભોજન અને આઈસક્રીમ પફ સહિત લાણી નુ વિતરણ કરાવવામાં આવેલ :

પ્રભાસ પાટણ ખાતે મોટા કોળી વાડામાં આવેલ રામદેવપીર મહારાજના મંદિરની પ્રાણપ્રતિષ્ઠાને ત્રિસમા વર્ષમા પ્રવેશતા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ જેમાં કેરીનો મનોરથ યોજયો અને બાળકોનેને બટુક ભોજન તેમજ આઈસ્ક્રીમ પફ સહિત લાણીનુ વિતરણ કરાવવામાં અવેલ તેમજ રામદેવપીરને અગીયાર મણ કેરીનો મનોરથ કરવામાં આવેલ તે કેરીના પ્રસાદ રૂપે સમગ્ર કોળી વિસ્તારમાં ૫૦૦ ધરો મા વિતરણ કરવામાં આવેલ

  આ પ્રસંગે માહિતી આપતા અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ અને પ્રભાસ પાટણ માટા કોળી સમાજના મેનેજીંગ ટ્રસ્ટી કાનાભાઈ ગઢીયા દ્વારા જણાવવામાં આવેલ કે રામદેવપીરના મંદિરનો પ્રાણપ્રતિષ્ઠાનુ ત્રીસ વર્ષ પ્રવેશ થતા રામદેવપીર મહારાજને કેરી નો મનોરથ યોજવામાં આવ્યો અને બાળકો ને બટુક ભોજન અને આઈસક્રીમ પફ સહિત લાણી નુ વિતરણ કરાવવામાં આવેલ 

      આ તકે વેરાવળ શહેર ભાજપ પ્રમુખ દેવાભાઇ ધારેસ, મંત્રી ડો સંજયભાઈ પરમાર, મહામંત્રી ભરતભાઈ ચોલેરા,ઉપ પ્રમુખ જયેશભાઈ પંડ્યા,દેવાયતભાઇ ઝાલા, હિતેષભાઇ ચાડપા, આષીશભાઈ જોષી, હિરેનભાઈ ધારેસા,મોલીકભાઇ વૈયાટા, રાજુભાઈ ગઢીયા, અખિલ ભારતીય કોળી સમાજ ના જીલ્લા પ્રમુખ કાનાભાઈ ગઢીયા, પ્રભાસ પાટણ મોટા કોળી સમાજ ના પ્રમુખ ઉકાભાઈ ગઢીયા, ઉપ પ્રમુખ રામભાઈ સોલંકી, નાના કોળી સમાજ ના પ્રમુખ પ્રવિણભાઈ ચુડાસમા, ખજાનચી મુળજીભાઈ બામણીયા, ટ્રસ્ટી દિનેશભાઇ વાજા, હરેશભાઈ બામણીયા, પુંજાભાઈ ગઢીયા,માડાભાઇ બામણીયા , તાલુકાના પંચાયત ના સદસ્ય વાલજીભાઈ બામણીયા, આગેવાનો મા કેતનભાઈ પરમાર, જગદીશભાઈ વાજા, દિવ્યેશભાઈ બામણીયા, હરેશભાઈ બામણીયા, હરેશભાઈ વાસણ,તયા કોળી સમાજ ના લોકો એ હાજરી આપી હતી

    આ કાર્યક્રમ ને સફળ બનાવવા જીલ્લા કોળી સમાજ ના પ્રમુખ કાનાભાઈ ગઢીયા ના માર્ગદર્શન હેઠળ યુવાનો એ જહેમત ઉઠાવી હતી

(8:42 pm IST)