Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

કલ્‍યાણપુરમાં જેટકો કંપનીના વીજપોલ અંગેની કામગીરીમાં રૂકાવટ કરી, ડખ્‍ખો કરતા ડઝન જેટલા શખ્‍સ સામે ફરિયાદ

(કોૈશલ સવજીયાણી દ્વારા) ખંભાળિયા તા.૧૯: મૂળ પમિ બંગાળના હાવડા ખાતે રહેતા અને હાલ જામનગરમાં હીરજી મિષાી રોડ પર રહેતા કંપની કર્મચારી કોૈશિકભાઇ બીજુશેખર ભટ્ટાચાર્ય (ઉ.વ.૫૦) દ્વારા કલ્‍યાણપુર તાલુકાના ધુમથર ગામે રહેતા માંડણ રામા ભોચીયા  અને નિનેન્‍દ્ર માંડણ ભોચીયા ઉપરાંત અન્‍ય આઠથી દસ જેટલા અજાણ્‍યા શખ્‍સો સામે નોંધાવવામાં આવી છે.

આ પોલીસ ફરિયાદમાં જાહેર થયેલી વિગત મુજબ ઉપરોક્‍ત બંને શખ્‍સો દ્વારા  તેમના કબજા ભોગવટાની માલિકીની ધુમથર ગામની સીમમાં આવેલી રે.સરવે નંબર ૪૪ વાળી જમીનમાં જેટકો કંપનીની ૪૦૦ કે.વી.ડી.સી. વિજલાઇનના ટાવર ઉભો કરવાના ચાલી રહેલા કામમાં તેઓએ સરકારના નિયમ મુજબ વળતર નહીં સ્‍વીકારી અને વધુ વળતરની માંગણી કરી આ રકમ મેળવવા માટે અન્‍ય ૮ થી ૧૦ જેટલા શખ્‍સોની મદદ લઇ અને પૂર્વ આયોજીત કાવતરૂ રચીને આ માટે એક સંપ કરી અને ગેરકાયદેસર મંડળી રચ, ટાવરનું કામ બંધ કરાવ્‍યું હતું. આ શખ્‍સો દ્વારા ફરજ પર રહેલા પોલીસ કર્મચારીઓના હુકમની અવગણના કરી આ સ્‍થળે રહેલા કંપની કર્મચારી કોૈશિકભમાઇ ભટૃાચાર્ય તથા અન્‍ય કર્મચારીઓની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી, અભદ્ર વર્તન કર્યાનું તથા નીનેન્‍દ્ર માંડાણ દ્વારા જેટકો કંપનીના ટાવર ફાઉન્‍ડેશનના સપોર્ટ માટે લગાવવામાં આવેલા લોખંડના પાઇપ કાઢી નાખી અને નુકશાન કર્યાનું જાહેર થયું છે. આટલું જ નહીં, રૂપિયા બે હજારની કિંમતના ચાર પાઇપની ચોરી પણ કરવામાં આવી હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આમ, આરોપીઓ દ્વારા સરકારની જેટકો કંપની મિલકતને નુકશાન પહોંચાડવા સબબ કલ્‍યાણપુર પોલીસ કોૈશિકભાઇ ભટ્ટાચાર્યની ફરિયાદ પરથી દસેક જેટલા અજાણ્‍યા શખ્‍સો સહિત કુલ ૧૨ જેટલા શખ્‍સો સામે ગુન્‍હો નોંધી, ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(1:45 pm IST)