Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

ચેકરિર્ટન કેસમાં રાજકોટના વેપારીને ૧ર માસની સજા

જુનાગઢ કોર્ટનો આદેશ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૧૯ : વેપારી આલમમાં ધંધાના વ્‍યવહારમાં ફાયનાન્‍સીયલ પ્રોમીસ જે ચેક દ્વારા થાય છે. આ મેટરમાં વીજીલન્‍સ લાવવાને ટ્રાન્‍ઝેકશન ફેઇથને ટ્રસ્‍ટ જળવા રહે તેવા હેતુ માટે ચેક લખનારની જવાબદારી સેટ કરી પ્રમાણીક વ્‍યવહારોને મજબુત કરવાના સિધ્‍ધાંતને અનુસરી રાજકોટના વેપારીને ચેક રિટર્નનના કેસમાં જુનાગઢના ચીફ જયુડી. મેજી. એ તકસીરવાન ઠરાવતા વેપારી આલમમાં ચકચાર મચી જવા પામી છે.

 જુનાગઢના ચીફ જયુડી. મેજી. કોર્ટમાં નિર્ણિત થયેલ આ કેસની હકિકત એવી છે કે, સ્‍વસ્‍તી ટેઇલરના પ્રોપરાઇટર પરસતોમભાઇ પદમાણી મોટા જથ્‍થામાં ભીલવાડામાંથી યુનીફોર્મ તથા અન્‍ય સીલાઇ તથા વેચાણ માટે કાપડ મંગાવતા રાજકોટના ભારતી ટેક્ષટાઇલના ધંધાના માલીક કેયુર વિનુભાઇ વેકરીયાએ ખરીદી માટે ઓર્ડર આપી ફરીયાદીને બે ચેકો આપેલા ફરીયાદી દ્વારા ભીલવાડાથી સીધુ કાપડ આરોપીને મોકલેલ. ત્‍યારબાદ ચેકો પરત થતા ફરીયાદીએ જુનાગઢની કોર્ટમાં નેગોશીએબલ ઇન્‍સ્‍ટ્રુમેન્‍ટ એકટની કલમ ૧૩૮ મુજબની ફરીયાદ દાખલ કરેલી.

આરોપીએ તેને માલ મળેલ નથી. ચેકો સીકયુરીટીના આપેલા.  તેવો અલગ અલગ બચાવ લીધેલ. જે કોર્ટે ગ્રાહય રાખેલ નહી. ફરીયાદી તરફે રજુ દસ્‍તાવેજો તથા વેપારી વ્‍યવહારોને કોર્ટે ગ્રાહય રાખેલ. આરોપીને બાર માસની સજાનો હુકમ કરેલ. ફરીયાદી તરફે જુનાગઢના સીનીયર ધારાશાસત્રી ડી.ડી. રૂપારેલીયા, પંકજ ગેવરીયા (વડાલ વાળા) તથા ઉદય ડી. રૂપારેલીયા રોકાયેલ હતા.

(1:42 pm IST)