Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

જૂનાગઢ વેરા વ્‍યાજ માફી યોજનાનો લાભ લેતી જનતા

જુનાગઢઃ મહાનગરપાલિકામાં ઐતેહાસિક રીતે હાલ પ્રવર્તમાન વેરાવ્‍યાજ માફી યોજના કે જે આગામી તા.૩૧/૫/૨૦૨૨ સુધી અમલી રહેનાર છે. અત્‍યાર સુધીમાં કયારેય પણ આ પ્રકારની યોજના લાવી જુનાગઢ મહાનગરના નાગરિકોને વેરા વસુલાતમાં રાહત આપવાનો આ પ્રકારની અમલવારી કરવામાં આવી નથી. ત્‍યારે જૂનાગઢના હાજીયાણી બાગ પાસૈ સ્‍થિત  સુરજ મુછાળા એન્‍ડ ગ્રુપ દ્વારા સંચાલિત સુરજ ફનવર્લ્‍ડ તથા સુરજ મલ્‍ટીપ્‍લેક્‍સના સંચાલન કર્તાશ્રી નિલેશભાઇ ધૂલેશીયા દ્વારા રૂા.૫૫ લાખ જેવી માતબર રકમનો પ્રોપર્ટી ટેકસ ભરપાઇ કરવામાં આવેલ છે.ᅠકમિશ્રનશ્રી રાજેશ તન્નાને રૂબરૂ મળી આ યોજના થકી જુનાગઢની જનતાને વ્‍યાજ માફી આપવાની અમલવારી બદલ શાસકટીમ તથા વહીવટી પાંખનો આભાર વ્‍યકત કરી નિલેશભાઇ ધુલેશીયા દ્વારા ચેરમેન સ્‍થાયી સમિતી હરેશભાઇ પરસાણા, શાસકપક્ષના નેતા કિરીટભાઇ ભીંભા, આર્કીટેકટ ઇજનેર એશો.ના પ્રમુખ  વિનુભાઇ અમીપરા, આસિ.કમિશ્નર વાજા, હાઉસ ટેકસ સુપ્રિ.વિરલભાઇ જોષીની ઉપસ્‍થિતીમાં ચેક સુપ્રત કરી પોતાનો ચાલુ નાણાંકીય વર્ષ સુધીનો તમામ પ્રોપર્ટી ટેક્‍સ  ભરપાઇ કરી આપેલ છે

(1:15 pm IST)