Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

પોરબંદરઃ વિશ્વના સૌથી ઉંચા સરદાર પટેલના સ્‍ટેચ્‍યુની જેમ ભારત માતાનું સ્‍ટેચ્‍યુ બનાવવાની માંગણી

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા., ૧૯: કેવડીયા કોલોની નર્મદા કાંઠે વિશ્વનું સૌથી ઉંચુ સરદાર પટેલના સ્‍ટેચ્‍યુએ આકર્ષણ જણાવ્‍યું છે ત્‍યારે ભારત માતાનું સ્‍ટેચ્‍યુ,  સરદાર પટેલના સ્‍ટેચ્‍યુ જેવું  બનાવવા માંગણી થઇ રહી છે.

આઝાદીના ૭પ વર્ષ અમૃત મહોત્‍સવની ઉજવણી ચાલી રહી છે. ત્‍યારે સરદાર પટેલની નર્મદા કાંઠે જે પ્રતિમા છે તેવી ભારત માતાની કાલ્‍પનીક પ્રતિમા બનાવવા નાગરીકો દ્વારા માંગણી થઇ રહી છે. આઝાદી પહેલા મુંબઇમાં હિન્‍દૂસ્‍તાનના ગેટ વે ઓફ ઇન્‍ડીયા ત્રણ દરવાજા બંદર કાંઠે બનાવવામાં આવ્‍યા હતા. જયારે ભારતને આઝાદી મળી ત્‍યારે અંગ્રેજો આ દરવાજામાંથી વિદાય થયેલ હતા. અંગ્રેજો આઝાદી પહેલા આવ્‍યા ત્‍યારે આ દરવાજામાંથી આવેલ. ભારત દેશ ઉપર કબજો કરી લીધો હતો. મુંબઇના ત્રણ ગેઇટની જેમ દિલ્‍હીનો ઇન્‍ડીયા ગેઇટનું પણ ઐતિહાસિક મહત્‍વ છે. ઇન્‍ડીયા ગેઇટની બાજુમાં શહીદોની યાદમાં અમરજયોત ઝળહળતા  રહેલ છે. અંગ્રેજોની ગુલામીમાંથી મુકત થયેલ ભારત માતાનું સ્‍ટેચ્‍યુ બનાવવુ જોઇએ તેવી માંગણી થઇ રહી છે.

(1:04 pm IST)