Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

સાવરકુંડલાઃ કોર્પોરેશનની બંધ થયેલ રપ૦ શાળાઓને અંગ્રેજી માધ્યમમાં તબદીલ કરીને શરૃ કરો

(ઇકબાલ ગૌરી દ્વારા) સાવરકુંડલા તા.૧૯ ઃ દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે તેમના પ્રયત્નો અને ગ્રાન્ટમાંથી અગાઉ કાલુપુર અંગ્રેજી પબ્લ્ીક સ્કુલ શરૃ કરાવ્યા બાદ ચાલુ વર્ષથી દરિયાપુર (રાવજી અંગ્રેજી પબ્લીક સ્કુલ) શરૃ કરાવી ગરીબ અને મધ્યમવર્ગના બાળકો ને ખાગની શાળા જેવું શિક્ષણ મ્યુનિ.  શાળામાં મફતમાં મળી રહે તે માટે અથાગ મહેનત કરી હતી જે રંગ લાવી છ.ે

હવે દરિયાપુર ઇંગ્લશી સ્કુલમાં ચાલુ વરસથી વિદ્યાર્થીઓનો અભ્યાસ શરૃ થઇ શકશે. ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ બંધ શાળાના રીનોવેશન માટે પોતાની ગ્રાન્ટ ફાળવણી કરી હતી ચાલુ સત્રથી શાળા ચાલુ થતા દરિયાપુરના ગરીબ અને મધ્યમવર્ગના વિદ્યાથીૂઓનું અંગ્રેજી માધ્યમમાં મફત ભણતરથી ભવિષ્ય ઉજજવળ બનશે.

ગ્યાસુદ્દીન શેખના અથાગ પ્રયાસોથી શરૃ કરવામાં આવેલ કાલુપુર અંગ્રેજી પબ્લ્ીક સ્કુલ(૮પ૦) વિદ્યાર્થીઓ સાથે અભૂતપૂર્વ ધસારો થતા અને દરિયાપુરના વાલીઓની વધુ એક નવી અંગ્રેજી સ્કુલ શરૃ કરવાની માગણીના અનુસંધાને ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખની અસરકારક રજુઆતોને પગલે દરિયાપુર અંગ્રેજી પબ્લીક સ્કુલ (રાવની સ્કુલ) ખાતે આગામી સત્ર જુન ર૦રર થી પ્રાથમીક શાળાનો શુભારંભ થશ.ે

(1:04 pm IST)