Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

ગીર સોમનાથમાં સખીમંડળની બહેનો માટે ૨.૧૮ કરોડની લોન મંજૂર કરાઇ

પ્રભાસ પાટણઃ જિલ્લાની મહિલાઓને આત્‍મનિર્ભર અને સ્‍વાવલંબી બનાવવા માટે રાષ્‍ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ સ્‍વસહાય જૂથો માટે ૨.૧૮ કરોડની લોન-કેશ ક્રેડિટ મંજૂર કરવામા આવી છે. જેનું જિલ્લા પંચાયતના પ્રમુખ રામીબેન વાજાની અધ્‍યક્ષતામાં પ્રતિકાત્‍મક વિતરણ કરાયું હતું. સોમનાથના શ્રી રામ ઓડિટોરીયમ ખાતેના સમારોહમાં રામીબેન વાજાએ કહ્યુ કે રાજય સરકાર દ્વારા લોનમાં વધારો કરી એક લાખ સુધીની લોન -કેશ ક્રેડિટ આપવામાં આવે છે. જે બહેનોને આર્થિક રીતે પગભર કરી રોજગારીનું નિર્માણ કરવામાં મદદગાર સાબિત થાય છે. જિલ્લા વિકાસ અધિકારી રવીન્‍દ્ર ખતાલેએ મહિલાઓને આત્‍મનિર્ભર બનવા અંગે પ્રોત્‍સાહન પુરુ પાડયું હતું. જય ખોડલ મંગલમ જૂથ, વંશરાજ મંગલમ જૂથ, જય ભીમ મિશન મંગલમય જૂથ, ફરિન મહિલા બચત મંડળ, મુસ્‍કાન મંગલમય  જૂથ, જય યોગેશ્વર સખી મંડળ,મોમાઇ મંગલમય જૂથને એક લાખનો કેશ ક્રેડિટનો ચેક અર્પણ કરાયો હતો. ઉપરાંત રામેશ્વર સખી મંડળ,બીબીમા મંગલમ સ્‍વસહાય જૂથને રૂ-દિવેટ મશીન અપાયુ હતું. સાથે બેન્‍ક મિત્ર તરીકે ઉત્‍કૃષ્‍ટ કામગીરી માટે મહાદેવ સખી મંડળ,ક્રિષ્‍ના લોકશકિત સ્‍વ સહાય જૂથ, મોમાઇ મંગલમ જૂથ અને જય ચામુંડાને સ્‍વ સહાય પ્રમાણપત્ર આપી સન્‍માનિત કરાયા હતા.શ્રી ગણેશ મંગલમ જૂથને () તાલીમનું પ્રમાણપત્ર અને કોટ અપાઇ હતી. લીડ બેન્‍કના મેનેજર ભગવાનભાઇ મેરેએ ઓનલાઇન છેતરપિંડીથી બચવાનું માર્ગદર્શન આપ્‍યુ હતું. જિલ્લા વિકાસ એજન્‍સીના નિયામક એ.જે. ખાચરે એ સ્‍વાગત તથા વેરાવળ તાલુકા વિકાસ અધિકારીએ  આભાર વ્‍યકત  કર્યો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્‍યમાં સખીમંડળ બહેનો હાજર રહ્યા હતા.(તસ્‍વીર- અહેવાલ- દેવાભાઇ રાઠોડઃ પ્રભાસ પાટણ)

 

(11:42 am IST)