Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

કચ્‍છના રાપર નજીક કતલખાને લઇ જવાતા ૨૦૦ ઘેટાં બકરાને બચાવાયા

ટ્રકમાં ખીચોખીચ ભર્યા હતા : ભુજ અને રાધનપુરના ૪ આરોપીઓ ઝડપાયા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૯ : કચ્‍છના રાપર તા.ના પલાસવા ગામ પાસે કચ્‍છ, બનાસકાંઠા, રાજસ્‍થાન નેશનલ હાઇવે ઉપરથી પોલીસે કતલખાને લઇ જવાતા ૨૦૩ મૂંગા જીવોને બચાવી ૪ શખ્‍સોને ઝડપી લીધા છે.
પૂર્વ બાતમીના આધારે ટ્રક નં. જી.જે ૨૪ વી. ૯૮૩૮ માં ઘાસચારાની સગવડ વગર ખીચોખીચ ભરેલા ૨૦૩ ઘેટાં બકરાં મળી આવ્‍યા હતા. પોલીસે રાધનપુર બનાસકાંઠાના ૪ આરોપીઓ હાજીશા જુસબશા ફકીર, રહેમતખાન નસીબખાન પઠાણ, ભુજના બસીર જમનશા શેખ, ઉમરશા ઓસમાણશા શેખ ને ઝડપ્‍યા છે. પોલીસે લક્ષમણ સવાભાઈ પરમારની ફરિયાદ લઇ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

(11:40 am IST)