Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

તૌકતે વાવાઝોડાના કારણે કેસર કેરીના ભાવમાં જબરો કડાકો :તલાલા યાર્ડમાં પેટીનો ભાવ 70થી 350 બોલાયો

વાવાઝોડામાં આંબા પરથી 90 ટકા કેરી ખરી પડી:વાવાઝોડાને કારણે ખેડૂતોને આર્થિક નુકસાન

તાલાળા માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે, ખરેલી કેરીના 10 કિલો બોક્સનો ભાવ માત્ર 50થી 70 રૂપિયા જ બોલવામાં આવ્યા હતા.

તૌકતે વાવાઝોડાના કારણે બાગાયતી ખેતીને મોટું નુકસાન પહોંચ્યું છે. જેની સીધી અસર બીજા દિવસે કેરીની કિંમત પર જોવા મળી છે. કેસર કેરીના ભાવમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. તાલાળા માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. ખરેલી કેરીના 10 કિલો બોક્સનો ભાવ માત્ર 70થી 350 રૂપિયા બોલવામાં આવ્યા હતા. તો, સારી કેરીના 10 કિલો બોક્સના ભાવ પણ ગગડ્યા છે. વાવાઝોડામાં આંબા પરથી 90 ટકા કેરી ખરી પડી ગઈ છે. ખેડૂતોને વાવાઝોડાને કારણે આર્થિક નુકસાન ઉઠાવવું પડ્યું છે

ગુજરાતમાંથી વાવઝોડુ આગળ વધીને હવે રાજસ્થાન તરફ વળ્યું છે. ત્યારે ગુજરાતમાં વાવાઝોડાએ વિનાશ સર્જતા હજારો કરોડોનું નુકસાન કર્યું છે. રાજ્યમાં વાવાઝોડાના કારણે થયેલા નુકસાનને લઈને ડિઝાસ્ટર વિભાગ દ્વારા પ્રાથમિક સર્વેનો ડેટા જાહેર કરવામાં આવ્યો છે. જેમાં રાજ્યમાં 3000 કરોડનું નુકસાન થયું હોવાનું કહેવામાં આવ્યું છે. સાથે જ કૃષિ, ઉર્જા અને માર્ગ મકાન સેક્ટરમાં મોટુ નુકસાન થયું છે. ઉર્જા સેક્ટરમાં અંદાજે 1400 કરોડનું નુકસાન થયું છે.

કૃષિ ક્ષેત્રમાં 1200 કરોડના નુકસાનનો અંદાજો લગાવવામાં આવ્યો છે. વાવાઝોડાએ કેરીના પાકને ખૂબ નુકસાન પહોંચાડ્યું છે. સૌરાષ્ટ્રમાં 13800 હેક્ટરમાં આવેલા આંબાના વૃક્ષો વાવાઝોડાની ઝપેટમાં આવતા 60 કરોડનું નુકસાન થયું છે. રોડ અને બિલ્ડીંગ ક્ષેત્રમાં અંદાજે 50 કરોડનું નુકસાન થયુ છે જ્યારે અન્ય ક્ષેત્રોમાં 350 કરોડના નુકસાનનો અંદાજ લગાવવામાં આવ્યો છે

(10:38 pm IST)