Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

મોરબીના મચ્છીપીઠમાં પોલીસ પર હુમલા બાદ પોલીસ ટીમો એક્શનમાં, દબાણો હટાવવાની કામગીરી શરુ

મોરબીના મચ્છી પીઠામાં ગત રાત્રીના બે જૂથ વચ્ચે અથડામણ થઇ હોય અને સામસામાં પથ્થરો અને બોટલના છુટા ઘા કરવામાં આવી રહ્યા હોય ત્યારે સ્થળ પર પહોંચેલી પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો જે બનાવને પગલે પોલીસ હરક્તમાં આવી છે અને મચ્છીપીઠ વિસ્તારમાં દબાણો હટાવવા પહોંચી છે

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના મચ્છીપીઠમાં રાત્રીના બે જૂથ વચ્ચ્ચે અથડામણ થઇ હોય જેની જાણ થતા મોરબી એ ડીવીઝન ટીમ રવાના થઇ હતી અને ટોળા વિખેરવા પ્રયાસ કર્યો હતો ત્યારે આરોપીઓ અહેમદ જુસબભાઈ કટિયા, સપુબાઈ અહેમદભાઈ કટિયા, અકબર જુસબભાઈ કટિયા, રેમાન જુસબભાઈ કટિયા, જાનબાઈ રેમાનભાઈ કટિયા, નુરમામદભાઈ જુસબભાઈ કટિયા, સલીમભાઈ જુસબભાઈ કટિયા, સારબાઈ સલીમભાઈ કટીયા, નિજામ જુસબભાઈ કટીયા. જાનબાઈ નિજામભાઈ કટીયા, ઇકબાલભાઈ જુસબભાઈ કટીયા, જમીલાબેન ઇકબાલભાઈ કટીયા, મુસ્તાકભાઇ જુસબભાઈ કટીયા, ગુલબાનુંબેન મુસ્તાકભાઈ કટીયા, હૈદરઅલી પંચાણભાઈ ભટી, રોશનબેન હૈદરભાઈ ભટી, ઉમરભાઈ હૈદરઅલી ભટી, મહેબુબ હૈદરઅલી ભટી, ઇમરાન હૈદરઅલી ભટી અને ફાતમા ઇમરાનભાઈ ભટી રહે- બધા મોરબી મચ્છીપીઠ વાળાઓએ ગેરકાયદેસર મંડળી રચી પીઈઆર લઈને ગયેલ પોલીસ જવાન યશવતસિંહ પ્રવીણસિંહ ઝાલાને માથામાં ઈજા કરી તેમજ ઉમરદિન હૈદરઅલી ભટી, રોશન હૈદરઅલી ભટી અને હૈદરઅલી ભટીને ઈજા કરી તેમજ તમામ આરોપીઓએ એકબીજાના ઘરમાં પ્રવેશ કરી નુકશાન કર્યું હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં ઈજાગ્રસ્ત પોલીસ જવાન યશવંતસિંહ પ્રવીણસિંહ ઝાલાએ નોંધાવી છે
જે બનાવ બાદ પોલીસ ટીમો હરકતમાં આવી છે અને હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે વિસ્તારના દબાણો હટાવવા ટીમ પહોંચી છે અને કાચા પાકા દબાણો હટાવવાની કામગીરી શરુ કરવામાં આવી છે

(1:31 pm IST)