Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

પોરબંદરઃ અન્ન સુરક્ષા ધારા હેઠળ રેશનકાર્ડ ઉપર ગુણવતાવાળુ અનાજ વિતરણની માંગણી

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા., ૧૯: એ પ્રશ્ન વારંવાર ચર્ચીત બને છે કે સરકાર સસ્તા અનાજના રેશનકાર્ડ પર અન્નસુરક્ષા ધારા હેઠળ વિતરણ કરવામાં આવતું અનાજ-ઘઉં-દાળ-ચણા તેમજ અન્ય જાડા ધાન્ય સડેલા વિતરણ કરી કયાં સુધી જનતા ખવરાવશે? ટેકાના ભાવે ખરીદીમાં માર્કેટયાર્ડમાંથી ઘઉં, કઠોળ, દાળ-ચણા વિગેરેની ખરીદી કરાય છે. યાર્ડમાં ખેડુત નબળો માલ લઇને આવેલ હોય તો તે ખરીદ કરવામાં આવતો નથી. પરત મોકલી દેવાય છે.પરત થયેલા અનાજનો નબળો જથ્થો ખેડુતો માર્કેટમાં વેપારીને વહેચી દયે છે. પરત લઇ જવો પોષાય નહી નુરભાડા વિગેરેનો ખર્ચ ઉપાડી શકાય નહી જેથી યાર્ડમાંથી આ માલ ખેડુતને સોંપી દેતા ખુલ્લા બજારમાં જે ભાવ મળે અને પોષાણ થાય વહેચી દયે છે.

માર્કેટ યાર્ડમાં પોષણ ટેકાના ભાવથી ખરીદ કરાયેલ સરકારના માધ્યમ દ્વારા રસ્તામાં અથવા નિયત સ્થળે ગોડાઉન વિગેરેમાં પહોંચે છે કે કેમ? કે રસ્તામાં ગરબડ થઇ જાય છે તેવી ચર્ચા છે.

જયારે દર માસે સરકાર દ્વારા વિતરણ કરાયેલ રાશન જથ્થો સરકારી ગોડાઉનમાંથી બહાર આવે છે ત્યારે રૂપાંતર કરાયેલ સસ્તા અનાજના હોલ્ડરોના કાર્ડ પર વિતરણ કરવા માટે મોકલાયેલની ગુણવતા કેટલી નબળી બની જાય છે.

સરકારમાં જાગૃત નાગરીકો દ્વારા તેમજ સસ્તા અનાજના વિતરકો દ્વારા જાગૃત નાગરીકો દ્વારા તેમજ સસ્તા અનાજના વિતરકો દ્વારા કોચવાટ સાથે ફરીયાદ થતી હોય છે. પરંતુ જાડી ચામડી વાળાને કોઠે પડી ગયેલ છે.

આશરે ચાર પાંચ વરસ આસપાસ પોરબંદરના સીનીયર સીટીઝન્સ દ્વારા ભારતના રાષ્ટ્રપતિ, સર્વોચ્ચ અદાલતના ન્યાયમુર્તિશ્રી વડી અદાલતના મુખ્ય ન્યાયમુર્તિશ્રી રાજયપાલશ્રી સરકાર પુરવઠા વિભાગના જવાબદાર અધિકારી મંત્રીશ્રી તેમજ સ્થાનીક અધિકારીથી વિધાનસભાના જાગૃત ધારાસભ્યશ્રી વિરોધ પક્ષના નેતાશ્રીને વિતરણ કરવામાં ઘઉંના નમુના ગુલાબ ફુલ સાથે પેક કવર મારફત રજીસ્ટર એડી પારસલથી મોકલવામાં આવેલ. જબરજસ્ત પુરાવા સહીતની રજુઆત થઇ નથી. દાખલા રૂપ ઔપચારીક પગલા લેવાયેલ તપાસનું નાટક રચાણુ પરંતુ પરીણામ માટે અનિશ્ચિતતા બે-ત્રણ સારો જથ્થો વિતરણ રેશનકાર્ડ ધારકને રેશનકાર્ડ પર મળ્યો. ત્યાર બાદ પુર્વ સ્થિતિ જ રહી છે. કોઇ સુધારો આવેલ નથી.

ઘણા લાંબા સમય ગુજરાત સરકાર સરવે કરી જરૂરતમંદ વ્યકિતઓને કે જેમની પાસે રેશનકાર્ડ છે તેવી અસંખ્ય વ્યકિતઓ રેશનકાર્ડ ધારકોને ગરીબી રેખા નીચે કે નબળા વર્ગ તરીકે આવરી લીધેલ હોય તેમને સસ્તા અનાજના રેશનકાર્ડમાં અન્યોદલ રેખા નીચે તેમજ જરૂરતમંદ આવશ્યક હોય તેના પરીવારને બીપીએલ કાર્ડનો લાભ આપવામાં આવતો નથી. વ્યાજબી માંગણી હોય જરૂરી પુરાવાઓ આપતા હોય હોવા છતા સ્થાનીક અધિકારીઓ નનૈયો ભણી દયે છે. લાભ વંચીત રાખે છે જયારે જેમને જરૂરત ન હોય તેવી વગ ધરાવતી વ્યકિત રાજકીય કે અન્ય રીતે સંકળાયેલ. પુરતી આવક હોવા છતા પણ અંન્યોદય ગરીબી  રેખા નીચે આવરી લેવામાં આવે છે.

આવી ઘણી વ્યકિતઓ છે આરટીઆઇ પરથી આ હકિકત બહાર આવી અને જવાબદાર પુરવઠા તંત્રનું ધ્યાન દોરવામાં આવેલ હોવા છતા કોઇ પગલા લેવાયેલ છે. ડઝન બંધ વ્યકિતઓ પાસે છે. જયારે બે એક વરસ પહેલા કોંગ્રેસી દ્વારા આવા જરૂરતમંદ લોકોને શોધી અન્યોદય  ગરીબી રેખા બીપીએલ રેખા નીચે આવતી રેશનકાર્ડ ધારકોને શોધી જરૂરી દાખલા પુરાવા સાથે જે તે સમયના જીલ્લા કલેકટરશ્રીને હાલ ભાજપ પ્રવેશી પ્રવાસન મંત્રીશ્રી તરીકે પદ ધરાવતા પુર્વ કોંગ્રેસ ધારાસભ્યશ્રી જવાહરભાઇ પેંથલભાઇ ચાવડાના હસ્તે જે તે સમયે જીલ્લા કલેકટરશ્રીએ સ્થાનીક પુરવઠા અધિકારી મામલતદાર કચેરીને અથવા જીલ્લા કક્ષાએથી કે રાજય સરકારશ્રી દ્વારા સરવે કામગીરી કરાવવાના બદલે પોરબંદર નગર પાલીકાને મોકલી આપેલ. જે નગર પાલીકાની જવાબદારીમાં આવતુ ન હોવા છતા સરવે સોંપણી જવાબદારી સોંપેલ. નગર પાલીકાએ પણ મોકલેલ બોકસ અરજીની ખરાઇ કરેલ નહી. યથાવર સ્થિતિમાં રાખી પરત જીલ્લા કલેકટરને નકારાત્મક સરવે અહેવાલ ભરી મોકલી આપેલ. વાસ્તવમાં નગર પાલીકાએ હાઉસ ટુ હાઉસ સરવે કરેલ જ નથી. બધુ ચર્ચીત્ય હકિકત પ્રમાણે સુચના પ્રમાણે ગોઠવણી કરી નકારાત્મક અહેવાલ મોકલી આપેલ. ત્યારે સ્થાનીક કોંગ્રેસના કાર્યકરોની જવાબદારી સ્વીકારી ઉચ્ચકક્ષાએ રજુઆત કરવાને બદલે સ્થાનીક કક્ષાએ એવો લુલો બચાવ કરેલ કે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરીએ તો પણ આપણું સરકાર સાંભળશે નહી કારણ કે આપણી સરકાર નથી? આશ્ચર્યચકિત જવાબ ત્યારે કાર્યકરોની શું જવાબદારી માત્ર ખેલ લેવા પુરતી જ ? આજ પણ આ પ્રશ્ન સરકતો જ રહયો એટલુ જ નહી. પુર્વ પ્રખર અર્થશાસ્ત્રી ડો. મનમોહનસિંહના નેતૃત્વમાં એનડીએ સરકારમાં. અન્ન સુરક્ષા ધારો લોકસભા-રાજસભામાં પસાર કરાવી કાયદો બનાવી મંજુર કરાવી રાષ્ટ્રપતિની સહી કરાવી અમલમાં મુકેલ અને આ અન્નસુરક્ષા કાયદાથી અંત્યોદય જરૂરીયાત મંદ સિવાયના અન્ય રેશનકાર્ડ ધારક વ્યકિતએએપીએલ  કાર્ડ ધારકને રાહત દરે સરકારી અનાજ પુરવઠો વ્યાજબી દરે મળી તેમાં પણ ખાસ કરીને મધ્યમ વર્ગ શ્રમીક મધ્યમ વર્ગને લાભ મળે તે આવરી અમલમાં મુકેલ છે. પરંતુ તે લાભ સંપુર્ણ આ વર્ગને મળતો નથી. વંચીત ગુજરાત સરકારે અન્નપુર્ણા યોજના ઉભી કરી અમુક રેશનકાર્ડ સીલેકટ કરી તેમાંથી એકાદ કાર્ડ સીલેકટ કરી મા અન્નપુર્ણા યોજના હેઠળ આવરી સંતોષ માને છે. પરંતુ કેન્દ્રના અન્ન પુરવઠા ધારા નીચે એપીએલ વર્ગમાં આવતા તમામ વર્ગને રાહત દરે યાને નકકી કરેલ દરે અનાજ પુરવઠો ઘંઉ ચોખા જાડુ ધાન્ય કઠોળ વિગેરે આપવાનું છે.

(1:08 pm IST)