Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

સાવરકુંડલા : કોરોના કાળમાં શકય તેટલી વધુ મદદ કરવી જોઇએ : દિપક માલાણી

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા,  તા. ૧૭ : સાવરકુુડલા શહેરમાં આપ તરફથી શરૂ કરવામાં આવેલ કોવિડ આઇસોલશેન સેન્ટર ભાજપના આગેવાનોએ બંધ કરાવ્યા હોવાના આક્ષેપો સાથે સરુતથી આપના આગેવાન ગોપાલ ઇટાલીયાએ સોશ્યલ મીડીયા મારફત સમારો વાયરલ કરેલ છે તે બાબતે (૧) તાલુકા ભાજપ પ્રમુખ જયસુખભઇ સાવલીયા, (ર) જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન પુનાભાઇ ગજેરા (૩) એ.પી.એસ.સી. સાવરકુુંડલાના ચેરમેન દિપકભાઇ માલાણી, જીલ્લા પં. સદસ્ય શારદાબેન ગોૈદાની (પ) જીલ્લા પં. સદસ્ય હેમાક્ષીબેન રાહુલભાઇ રાદડીયા, જીલ્લા પં. સદસ્ય શારદાબેન લાલજીભાઇ મોર, (૭) નગર પાલીકા સાવરકુંડલા પ્રમુખ તૃપ્તીબેન રાજુભાઇ દોશી (૮) તાલકુા પંચાયત સાવરકુંડલા પ્રમુખ અનીતાબેન બાળધાએ જણાવે છે કે ગોપાલ ઇટાલીયાએ વાયરલ કરેલ આક્ષેપ અને સમાચારો ઉપજાવી કાઢેલ અને સત્યથી વેગળા છે અને આ કોવિડ આઇસોલેશન સેન્ટર બંધ કરાવવા બાબતે ભાજપના કોઇ પદાધિકારીએ કે જવાબદારોનો ડાયરેકટ કે ઇન્ડાયરેકટ કોઇ રોલ નથી. કોવિડની મહામારી જેવી કુદરતી આફતમાં કોઇપણ વ્યકિત સંસ્થા-પક્ષ કે સરકારે શકય એટલી મદદ કે સેવાકીય પ્રવૃત્તિ કરવી જોઇએ અને તે પ્રમાણે દેશમાં ચાલુ પણ છે. આવી આપતી વખતે જેટલું કરે તેટલું ઓછું. એ પ્રમાણે સૌ આ મહામારી સામે સેવાકીય કામગીરી કરી રહ્યા છે. તે માટે .... જેવી મેડીકલ સંસ્થાઓએ નકકી કરેલ ચોક્કસ પ્રક્રિયા અને નોર્મસ છે. તેને આધિન પ્રક્રિયા અને મંજુરી બધુ થવું જોઇએ કેમકે માનવ આરોગય અને માનવ જીંદગીને સ્પર્શતી સેવા છે.

જે  પક્ષ કે સંસ્થાને ખરેખર કોવિડ-૧૯ પ્રભાવિતોની મદદ કરવી છે તે તે માટેની સરકારશ્રીની ગાઇલાડઇન મુજબ પ્રક્રિયા કરી ડેઝીગ્નેટેડ જાહેર કરાવી. લાયકાતવાળા ડોકટરો, નર્સિંગ સ્ટાફ અને અન્ય તમામ આવશ્યક સુવિધાઓ સાથેના દવાખાના કે આઇસોલકેશન સેન્ટરો  શરૂ કરે તો કોઇ ઓથોરીટી બંધ કરી શકે નહીઉ કે અમાન્ય કરી શકે નહીં. આ દર્દીના જીવનનો સવાલ છે. તેથી છુટેપાલે દવાખા કે કોવિડ સેન્ટ્રો હાલવા દે તો તે તંત્રની જવાબદારી બંને છે. એટલે અધિકારીના ધ્યાન ઉપર આવ્યે જરૂરી કાર્યવાહી કરે તો સ્વાભાવિક છે. એટલે તંત્ર પગલા ભરે એને બહાનું બતાવીને બંધ કરી દેવું તેની પાછળનું રહસ્ય શું છે તે જે સમજે છે એને ખબર છે. આ બધું જ લાંબુ નભી શકે તેમ ન હોય એટલે ઇરાદાપૂર્વક આપ તરફથી જરૂરી મંજુરી કે પ્રક્રિયા કરવાનું ટાળવામાં આવતુ હોય તેવું લાગે છે. જેથી ભાજપવાળાએ / સરકારે બંધ કરાવ્યુ. નો કુપ્રચાર કરવાની સગવડતા મળે. તે પોલીટીકલ માઇલેજ મેળવવાની ચાલાકી હોય તેવું ઉંચી સમજ ધરાવતા નાગરીકો સમજી જાય પણ તણખલા જેવા હળવા નાગરીકોને હંમેશા આવા કુપ્રચારા વંટોળમાં તણાવાનું હોય છે. આઇસોલેશન સેન્ટરો ચાલુક રી તેનો પ્રચાર પ્રસિધ્ધી મેળવી લઇ તંત્ર જયારે અટકાવે એટલે સરકાર અને તંત્રના નામે બંધ કરી દેવાના ગુપ્તા એજન્ડાથી આ બધુ આપ તરફથી થઇ રહ્યું હોય તેવું લાગે છે. એટલે ભાજપના કાર્યકરો અને દરેક સમજુ નાગરીકોએ પણ આવા કુપ્રચાર ને કાઉન્ટર કરવા આગળ આવે તેવી અપીલ છે. આ કોઇ રાજકીય માઇલેજ લેવાનું કે કોઇની ઉપર આક્ષેપ કે દોષ દેવાનો સમય નથી. તેમ અંતમાં દિપકભાઇ માલાણીએ જણાવ્યું હતું.

(1:04 pm IST)