Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

જૂનાગઢમાં ચોરાઉ મોટર સાયકલ વેંચાતી લેનાર તરસીંગળાનો શખ્સ ઝડપાયો

જૂનાગઢ, તા. ૧૯ :. રેન્જના નાયબ પોલીસ મહાનીરીક્ષક મનિન્દર પ્રતાપસિંહ પવાર સાહેબ તથા પોલીસ અધિક્ષક  રવિતેજા વાશમશેટ્ટીએ ચોરી ના અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા સુચનાઓ કરેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક  પી.જી.જાડેજાના માર્ગદર્શન હેઠળ બી.ડીવીજન પો.સ્ટે.ના પો. ઈન્સ. શ્રી એન.આઇ. રાઠોડની સુચના આધારે તેમજ કમાંડ એંન્ડ કંટ્રોલ(નેત્રમ) ના પો.સબ.ઇંન્સ પી.એચ.મશરુએ આપેલ સી.સી.ટીવી. ફુટેજને આધારે બી ડીવીજન ડી.સ્ટાફ દ્વારા જુનાગઢ લાલબહાદુર શાસ્ત્રી સોસાયટી માથી ફરીયાદી રાજેશભાઇ મોહનભાઇ દેસાઇ ની ચોરી થયેલ મો.સા. સાથે ચોર ઇસમ નવાઝ ઇકબાલભાઇ બ્લોચ રહે. તરસીંગળા તા.માળીયા(હા.) વાળાને જુનાગઢ જયશ્રી રોડ ઉપરથી પકડી પાડી ચોરી કરેલ મો.સા. કબજે લઇ પુછ્પરછ કરતા ચોરી થયેલ મો.સા. હેમાંગ ઉર્ફે ગોપી અમ્રુતભાઇ આરદેશણા રહે-ગામ સણોસરા તા.માણાવદર વાળા પાસેથી વેચાતી લીધેલ ની કબુલાત આપેલ હતી જેથી મજકુર હેમાંગ ઉર્ફે ગોપી ને પકડવવા તજવીજ કરવામાં આવેલ છે.

 આ કામગીરી પો.સબ. ઇંન્સ પી.એચ. મશરુ,  પો.હેડ.કોંન્સ આર.એસ. આરબ તથા પો. કોન્સ પરેશભાઇ બાવનભાઇ હુણ તથા કલ્પેશભાઇ ગેલાભાઇ ચાવડા તથા મુકેશભાઇ મગનભાઇ મકવાણા તથા રઘુવીર બાવકુભાઇ વાળા તથા વિપુલ નાગદાભાઇ ડાંગર તથા કમાંડ એન્ડ કંટ્રોલ(નેત્રમ) ના પો.કોંન્સ રવીરાજસીંહ વાઘેલા તથા પો.કોંન્સ જીવાભાઇ ગાંગણા તથા પો.કોંન્સ અશોકભાઇ રામનાઓએ કરેલ છે.

(12:59 pm IST)