Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

જામનગરના વેકસીનેશન સેન્ટરો, આરોગ્ય કેન્દ્રો તથા કોવિડ કેર સેન્ટરની મુલાકાત

જામનગરઃ કૃષિ મંત્રી આર.સી.ફળદુ તથા અન્ન અને નાગરિક પુરવઠા રાજયમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ શહેરના વિવિધ વેકિસનેશન સેન્ટરો, આરોગ્ય કેન્દ્રો તથા કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી. મંત્રીશ્રીઓએ શહેરના કામદાર કોલોની તથા વિશ્રામ વાડી ખાતે આવેલ શહેર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની મુલાકાત લીધી હતી તેમજ ત્યાં ચાલી રહેલ વેકિસનેશનની સંપૂર્ણ પ્રક્રિયા તથા વ્યવસ્થા ચકાસી હતી તેમ જ વેકિસન લેનારા નાગરિકોને પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ અહીં કરવામાં આવતા રસીકરણ, કોવિડ ટેસ્ટ અંગેની વ્યવસ્થા, આવશ્યક દવાઓની ઉપલબ્ધિ વગેરે બાબતે માહિતી મેળવી હતી. સાથે સાથે મંત્રીશ્રીઓએ શહેરના ઓશવાળ શિક્ષણ અને રાહત સંદ્ય દ્વારા સંચાલિત  કોવિડ કેર સેન્ટરની મુલાકાત લઇ ત્યાં સારવાર લઈ રહેલા દર્દીઓના ક્ષેમકુશળ પૂછ્યા હતા તેમજ સંસ્થા ખાતેની કોવિડ અંગેની અન્ય આનુસંગિક વ્યવસ્થાઓ નિહાળી સંસ્થાના હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં મેયરશ્રી બિનાબેન કોઠારી,  ડે.મેયરશ્રી તપનભાઈ પરમાર, સ્ટેન્ડીગ કમિટી ચેરમેનશ્રી મનીષભાઈ કટારીયા, શહેર ભાજપ અધ્યક્ષ વિમલભાઈ કગથરા, શાસક પક્ષ નેતાશ્રી કુસુમબેન પંડયા, દંડકશ્રી કેતનભાઈ ગોસરાણી, મહામંત્રીશ્રી મેરામણ ભાટ્ટુ, પુર્વ ભાજપ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા, કોર્પોરેટરશ્રીઓ દિપ્તીબેન ખેતીય, હર્ષાબા જાડેજા, શોભનાબેન પઠાણ, શારદાબેન વિંજુડા, કમિશનરશ્રી સતિષ પટેલ, ડે.કમિશનરશ્રી ભાર્ગવ ડાંગર સહિતના પદાધિકારી/અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

(12:58 pm IST)