Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં વિજ પુરવઠો પુર્વવતઃ ૧ર ટ્રેકટર કચરાનો નિકાલ

જીલ્લા પોલીસવડા અને કલેકટરની અપીલની અસરઃ ખંભાળીયા-સલાયા સજ્જડ બંધ રહ્યા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૧૯ :.. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાવાઝોડાના સંદર્ભેમાં જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવતા તથા પોલીસ દ્વારા પણ શહેરમાં માઇક ફેરવીને દુકાનો બંધ રાખવા તથા બહાર અગત્યના કારણ વગર ના નીકળવા જણાવાતા આ અપીલને ખંભાળીયા તથા સલાયાના વેપારીઓએ ખુબ જ સારો પ્રતિસાદ આપતા ખંભાળીયા તથા સલાયા સજ્જડ બંધ રહ્યું હતું.

સવારે કેટલાક સ્થળે ખુલેલી દુકાનો પર પોલીસે સમજાવટથી બંધ કરી હતી તે પછી માત્ર મેડીકલ સ્ટોર સિવાય તમામ બજારો અને દુકાનો સ્વૈચ્છીક બંધ હતી.

જિલ્લા કલેકટર ડો. નરેન્દ્રકુમાર મીના, અધિક કલેકટરશ્રી કે. એમ. જાની, ડી. ડી. ઓ. ડી. જે. જાડેજા, પ્રાંત અધિકારી શ્રી ડી. આર. ગુરવ તથા નિહાર ભેટારીયા તથા મામલતદારો ચીફ ઓફીસરો ડે. ડી. ડી. ઓ. ટી. ડી. ઓ. વિ. દ્વારા તાકીદે કામગીરી હાથ ધરી હતી. જેમાં અનેક સ્થળે આશ્રય સ્થાનો માં લોકોનું સ્થળાંતર, ભોજનની વ્યવસ્થા, હોસ્પિટલમાં પાવર બેકઅપ, ઓકિસજનની વ્યવસ્થા, ઇમરજન્સી જનરેટર સેટ વ્યવસ્થા કરાઇ હતી.

એક તબકકે ૬૦ કિ. મી. સુધીની ઝડપે પહોંચેલા વાવાઝોડાના પવનની ૬૭ વીજ થાંભલા પડી ગયા હતા.

કાર્યપાલક ઇજનેરશ્રી ચાવડાની આગેવાનીમાં અધિકારીઓ, સ્ટાફ જોડાયા હતાં. અને વિજ, પુરવઠો, પુર્વવત કર્યો હતો.

કાલે ૧૦૦ થી વધુ ફરીયાદો વિજળીને લગતી આવતા ડે. ઇજનેરશ્રી પઠાણ તથા કર્મચારીઓ અનિલભાઇ વારીયા, કાસમભાઇ વિ.એ ટૂકડીઓ બનાવીને સવારથી મોટી સાંજ સુધી વીજ પુરવઠો રેગ્યુલર કર્યો હતો તથા અનેક ફીડરોમાં ફોલ્ટ દૂર કર્યા હતા તથા વીજ કંપલેનો ૧૦૦ થી વધુનો એકજ દિવસમાં નીકાલ કર્યા હતો.

ખંભાળીયા પાલિકા ચીફ ઓફીસરશ્રી  અતુલચંદ્ર સિંહા, સેનેટરી ઇન્સ્પેકટર રમેશ વાઘેલાએ આ સંદર્ભેમાં પ્રથમ દિવસે ર૦ યુવાન કર્મચારીઓની ટીમ તથા બીજા દિવસે ૩૦ કર્મચારીઓની ટીમને સતત ૩૬ કલાક સુધી રાખીને ૧ર ટ્રેકટર ભરીને કચરાના ઢગલાનો નિકાલ શહેરમાં ૧પ૦ બોર્ડ હોર્ડીંગોનો નિકાલ કરવો, રસ્તા પર તૂટી પડેલ કે નમી પડેલ વૃક્ષોની ડાળીઓનો નિકાલ કરવો, આશ્રય સ્થાનોમાં લોકોને પહોંચાડવા તેમના માટે ભોજન તથા પાણીની વ્યવસ્થા કરવા ગોઠવણ કરાઇ હતી.

પાલિકા પ્રમુખ શ્રીમતી ભાવનાબેન પરમાર, ઉપપ્રમુખશ્રી જગુભાઇ રાયચુરા તથા કારો. ચેરમેન હિતાબેન  નકુમે પણ માર્ગદર્શન પુરૃં પાડયું હતું.

(12:54 pm IST)