Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

સંઘના સ્વયંસેવકો અસરગ્રસ્તોની વહારે : ઉના, સુત્રાપાડા, મહુવા સહીતના વિસ્તારોમાં બચાવ કાર્ય : રાશન કિટ વિતરણ

રાજકોટ : મોરબીનું હોનારત હોય કે કચ્છનો ભુકંપ હોય કોઇપણ આપત્તિ વેળાએ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સૈનિકો મદદ માટે મેદાનમાં અચુક ઉતરી આવે છે. ત્યારે તૌકતેએ તોફાન મચાવ્યા બાદ જે વિસ્તારો અસરગ્રસ્ત બન્યા ત્યાં સંઘના સ્વયંસેવકો મદદ માટે દોડી ગયા છે. ઉના, પ્રાચી, સુત્રાપાડા, મહુવા  સહીત જયાં જયાં જરૂર પડી ત્યાં સંઘના સ્વયંસેવકો દ્વારા મદદનો સાદ ઝીલવામાં આવ્યો હતો. અસરગ્રસ્તોને શાળાઓમાં સ્થળાંતર કરવા સહીત તેમના માટે ગુંદી ગાંઠીયા સહીતના નાસ્તાની વ્યવસ્થા તેમજ બપોરે અને રાત્રીનું ભોજન પહોંચતુ કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ભારે પવનના કારણે જમીનદોસ્ત થયેલા થાંભલા અને વૃક્ષોને દુર ખસેડી માર્ગો પુર્વવત કરવાનું કામ પણ આ સ્વયં સેવકોએ ઉપાડી લીધુ હતુ. જન જીવન પુર્વવત થાય તે માટે કાચી સામગ્રીની કીટનું પણ વિતરણ કરવામાં આવેલ. તેમ જયેશ સંઘાણીની યાદીમાં જણાવાયુ છે.

(11:34 am IST)