Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

ચોટીલામાં બલવીરભાઇ ખાચર -ભુપતભાઇ ધાંધલની ટીમનો અનોખો સેવાકીય યજ્ઞ : ગરીબો અને અસરગ્રસ્તો માટે રહેવા-જમવાની વ્યવસ્થા કરી

સૌરાષ્ટ્રમાં કોરોનાના કહેર વચ્ચે તૌકતે વાવાઝોડાએ પણ ભારે તબાહી મચાવી છે. ત્યારે ચોટીલા શ્રી ચામુંડા માતાજી ગ્રુપ દ્વારા અનોખો સેવાકીય યજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. ચોટલા હાઇવે પર આવેલ સપના હોટલમાં બલવીરભાઇ ખાચર અને ભુપતભાઇ ધાંધલ સહિતની ટીમે અસરગ્રસ્ત પરિવારો માટે રહેવા તથા જમવાની સુવિધા ઉપલબ્ધ કરાવી માનવસેવાનું એક ઉતમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. ગરીબ પરિવારના મહિલા અને બાળકોએ આ સુવિધાનો લાભ લઇ ટીમને આશીર્વાદ પાઠવ્યા હતા. એક યાદીમાં જણાવાયું છે કે જો કોઇના ધ્યાને આ પંથકના અસરગ્રસ્ત હોય અને તેમને રહેવા-જમવાની સગવડ ન હોય તો તેઓ ઉપરોકત ગ્રુપનો સંપર્ક કરી શકે છે. ચામુંડા ગ્રુપ દ્વારા આ સિવાય પણ માનવ કલ્યાણની અનેક વિધ પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. માત્ર નિશ્વાર્થભાવે થતી આ સેવા માટે આ ટીમ માતાજીની પ્રેરણા અને તેમના આર્શીવાદને નિમિત ગણી રહી છે.

(10:20 am IST)