Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

વિસવદરમાં વાવાઝોડાએ વિનાશ વેર્યો :24 કલાક અંધારપટ્ટ :બસ સ્ટેન્ડના પંખાઓ તૂટ્યા: હોર્ડિંગ ઉડ્યા: વૃક્ષો ધરાશયી

વિસાવદર : ગતરાત્રે દીવ અને મહુવાના દરિયા કિનારે ટકરાયેલા વાવાઝોડા તાઉ-તે એ ગુજરાતમાં ભારે વિનાશ વેરયો છે. તોતિંગ અને અડીખમ ઉભેલા વૃક્ષો ધારસાઈ થયા છે. દરિયા કિનારે લાન્ગારેલી બોટ પણ ફ્દારીયામાં તણાઈ ગઈ છે , શહેરી વિસ્તારમાં પણ  વાવાઝોડાએ મોટો વિનાશ વેર્યો છે. જુનાગઢ જીલ્લાના વિસવદર ખાતે પણ વાવાઝોડાએ વિનાશ વેર્યો છે. વીજ પુરવઠો છેલા 24 કલાક થી ખોરવાયો છે  વિસાવદર માં વાવાઝોડા ના કારણે બસ સ્ટેન્ડ ના પંખાઓ તૂટ્યા છે વાવાઝોડા ના કારણે બસ સ્ટેન્ડ ના હોર્ડિંગ તૂટ્યા છે અને વરસાદ ના કારણે માંડવણી નદી ના પાણી વહેતા  થયા છે શહેરમાં મોટા તોતિંગ વૃક્ષો ધરાસાઈ  થયા છે

 

(12:39 am IST)
  • કોવિડ હોમ ટેસ્ટ કીટને ICMR દ્વારા મંજૂરી અપાઈ : COVID-19 માટે હોમ ટેસ્ટીંગ કીટને મંજૂરી મળી છે. ટોચની તબીબી સંસ્થા ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે, ICMR એ, તેનો ઉપયોગ કોણ કરી શકે તેની સલાહ ગાઈડલાઈન જારી કરેલ છે જે ટૂંક સમયમાં જાણવા મળશે. access_time 11:39 pm IST

  • રાજકોટમાં સવારથી ઉઘાડઃ હવે ફરી ગરમીમાં ક્રમશઃ વધારો થશે : રાજકોટ શહેરમાં બપોરે ૩ વાગે ૩૨.૬ ડિગ્રી, ૨૦ કિ.મી.ની ઝડપે પવન ફુંકાય છે. વાદળછાયા વાતાવરણ, તોફાની પવન અને હળવો વરસાદ વરસ્યો હતો. દરમિયાન આજે સવારથી વાતાવરણ ચોખ્ખુ થઇ ગયું છે તડકો નિકળ્યો છે હવે ક્રમશઃ ગરમીમાં ફરી વધારો થવા લાગશે. access_time 4:00 pm IST

  • દિલ્હીમાં અતિભારે વરસાદનું અનુમાન : ઓરેન્જ એલર્ટ જારી : તૌકતે વાવાઝોડાની અસરઃ હવામાનતંત્ર ભારેથી અતિભારે વરસાદની ચેતવણીઃ પાણી ભરાશે, વૃક્ષો તૂટશે, અવર-જવર રૃંધાશેઃ ૬ થી ૮ ઇંચ વચ્ચે વરસાદના અનુમાનને અતિભારે ૨II થી ૪II ઇંચ વચ્ચે વરસાદના અનુમાનને ભારે અને ૦II થી ૩II ઇંચ વચ્ચેના વરસાદ પડવાની ધારણાને મધ્યમ તથા ૦II ઇંચથી ઓછા વરસાદ માટે હળવો વરસાદ એવા શબ્દો વપરાય છે. access_time 4:00 pm IST