Gujarati News

Gujarati News

News of Tuesday, 19th May 2020

મોરબી વિસીપરામાં ઘર પર પાણાના ઘા કરવા મામલે ડખ્ખોઃ રમઝાન પર હુમલો

પડોશી રહીમભાઇ, હુશેનભાઇ, ઉમરભાઇએ ધોકા-પાઇપથી ફટકાર્યો

રાજકોટ તા. ૧૯: મોરબીના વિસીપરામાં રમેશ સ્કૂલ પાછળ રહેતાં રમઝાન અલ્લારખાભાઇ હિંગોરજા (ઉ.૨૧) પર રાત્રીના અગિયારેક વાગ્યે પડોશીઓ હુશેનભાઇ ઇલ્યાસભાઇ, રહિમભાઇ હાજીભાઇ, ઉમરભાઇ ઇલ્યાસભાઇએ પાઇપ-ધોકાથી હુમલો કરી ઇજા કરતાં મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

રમઝાનના સગાના કહેવા મુજબ બે-ત્રણ દિવસથી હુશેનભાઇના ઘર પર કોઇ પથ્થરોના ઘા કરતું હતું. ગઇકાલે રાતે પણ પાણકા આવતાં તે બહાર નીકળતાં રમઝાનના મામા જુમાભાઇ બહાર ઉભા હોઇ તેણે પથ્થરા ફેંકયાની શંકા કરી હુશેનભાઇ સહિતનાએ તેની સાથે ઝઘડો શરૂ કર્યો હતો. આ વખતે રમઝાન મામાને છોડાવવા જતાં તેને ધોકા-પાઇપથી ફટકારાયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે મોરબી પોલીસને જાણ કરી હતી.

(1:18 pm IST)