Gujarati News

Gujarati News

News of Tuesday, 19th May 2020

જામનગરમાં ટ્રાફિક જામના દ્રશ્યો

જામનગરઃલોકડાઉન ૪માં બજારો ખુલતા સૌપ્રથમ દિવસે જ જામનગરના રણજીત રોડ પર બેડી ગેઇટ વિસ્તારથી દિપક ટોકીઝ વિસ્તારમાં ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા.અને સોશ્યલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડતા લોકો રસ્તા પર ઉમટી પડયા હતા. કોરોના જેવી મહામારી વચ્ચે કેન્દ્ર સરકાર અને રાજય સરકાર દ્વારા આપાયેલી ગાઈડલાઈનને અનુસરવા લોકોમાં જાગૃતિ જોવા મળી નહોતી. ત્યારે લોકોએ પણ કોરોના સામે જનજાગૃતિ દાખવી સોશ્યલ ડિસ્ટન્સ જળવાઈ રહે તેવીજ રીતે નીકળવું જોઈએ.(અહેવાલઃ મુકુંદ બદિયાણી) (તસવીરોઃકિંજલ કારસરીયા, જામનગર)

(1:14 pm IST)