Gujarati News

Gujarati News

News of Tuesday, 19th May 2020

જૂનાગઢ જિ.માં વિનામૂલ્યે અનાજ વિતરણનો ચાલતો ત્રીજો રાઉન્ડ

જૂનાગઢ,તા.૧૯: કોરોના સંક્રમણ સાથે લોકડાઉનમાં રાશનકાર્ડ ધારકો માટે રાજય સરકારે વીના મૂલ્યે અનાજ વિતરણનો સરાહનીય નિર્ણય લીધો છે. આ નિર્ણય સંદર્ભે જૂનાગઢ જિલ્લામાં વિનામૂલ્યે અનાજ વિતરણના ત્રીજા તબક્કાનો આજથી પ્રારંભ થયોઙ્ગ હતો.

NFSA-અને નોન NFSA-BPL કાર્ડ ધારકોને દ્યઉં,ચોખા,ખાંડ ઉપરાંત દાળ અને મીઠાના નિયત કરાયેલ જથ્થા મુજબનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જૂનાગઢ જોષીપુરા સ્થિત નૂતન કેરી ગ્રાહક સહકારી ભંડાર સસ્તા અનાજની દુકાને ટોટલ ૧૪૦૦ રાસન કાર્ડ કાર્યરત છે. નૂતન કેરી ગ્રાહક સહકારી ભંડાર સસ્તા અનાજની દુકાન ખાતેથી થી રાશન મેળવતા કાર્ડ ધારક હરસુખ ભાઇ રાવલે પોતાની ખુશી વ્યકત કરતા જણાવ્યું હતું કે લોકડાઉન ને લઈને ધંધા-રોજગાર બંધ થઈ ગયા છે ત્યારે આવા કપરા સમયમાં સરકાર દ્વારા નિશુલ્ક દ્યઉં-ચોખા ખાંડ મીઠું અને દાળ ત્રીજી વખત મળવા પામ્યું છે જેને લઇને સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી .

જૂનાગઢ જિલ્લાના શહેરો ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં સસ્તા અનાજની ૪૫૦ ઉપરાંત દુકાનોએથી એક સાથે આજે અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે. સમગ્ર જિલ્લામાં તા.૨૯ મે સુધી વિનામૂલ્યે અનાજનું વિતરણ કરવા સાથે આરોગ્યના માપદંડોની જાણવણી કરવામાં આવશે.

(11:28 am IST)