Gujarati News

Gujarati News

News of Tuesday, 19th May 2020

જૂનાગઢ જિ. લેઉવા પટેલ મહિલા મંડળ દ્વારા પ્રસિધ્ધિના મોહ વગર ૨૧૦૦ રાશનકીટ અપાઇ

જૂનાગઢ,તા.૧૯: સમાજસેવાના કાર્યો સાથે સંકળાયેલા જૂનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળ દ્વારા અને સમસ્ત લેઉવા પટેલ સમાજના સાથ અને સહકારથી હાલની વૈશ્વિક મહામારી કોરોનામાં લોકડાઉનના કારણે બેરોજગાર થઈ ગયેલા ગરીબ અને જરૂરિયાતમંદ એવા ૨૧૦૦ થી વધુ લોકોને રાશન કિટ્સનું વિતરણ દાતાઓના સહયોગથી કરવામાં આવ્યું છે .

જૂનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળ દ્વારા લોકડાઉનનો પ્રારંભ થતા જ સમાજ પ્રત્યે પોતાનું ઉત્ત્।રદાયિત્વ ઉપાડી લેવામાં આવ્યું હતું . દાતાઓનો સંપર્ક કરીને કાર્યકરો મારફત રાશન કિટ તૈયાર કરાવવામાં આવી હતી . નાના મોટા નામી - અનામી ઘણા બધા દાતાઓએ પોતાનું યોગદાન આપતા અત્યાર સુધીમાં ૨૧૦૦થી વધારે કિટ્સનું વિતરણ થઈ ગયું છે . આ અંગે વધુ વિગતો આપતા  સમાજ સેવાના કાર્ય સાથે સંકળાયેલા સમાજસેવક અને સમુહલગ્ન પ્રણેતા હરસુખભાઈ વઘાસિયાએ જણાવ્યું છે કે , ગરીબોની મજાક ન થાય તેવી રીતે કોઈ ફોટો કે વિડિયો ઉતાર્યા વગર કોઈને ખબર ન પડે તેવી રીતે જરૂરિયાતમંદ લોકોને મદદ પહોંચાડવામાં આવી છે . જેમાં સરકારના લોકડાઉન અંગેના નિયમોનું પણ ચુસ્ત પણે  પાલન કરવામાં આવ્યું છે . કાર્યકરોએ એકલા જ ઘરે ઘરે ફરીને સાચા જરૂરિયાતમંદોને રાશન કિટ્સ પહોંચાડી છે .

જૂનાગઢ આસપાસના વિસ્તારમાં સર્વસમાજના ૫૭૫ થી વધુ લોકોને રાશન ની કિટ્સ  જયારે દાત્રાણાના ગ્રામજનોએ પણ ૩૦૦ જેટલા પરિવારોને બે માસ ચાલે એટલા રાશન , સહિતની જીવન - જરૂરી ચિજવસ્તુઓની કિટો ,તેમજ પશુ ઓ માટે ઘાસ ચારો ,અને પક્ષીઓ માટે ચણ નું પણ વિતરણ કરવામાં આવ્યું છે , ચોકી ગામ ખાતે દાતાઓના સહયોગથી કાર્યકરો દ્વારા જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવવામાં આવી રહ્યું છે . આસપાસના આશરે ૧૦૦ જેટલા ગામોના કાર્યકરોને આ સેવાયજ્ઞમાં તન - મન - ધનથી સહયોગ આપવાની અપિલ કરવામાં આવી હતી .

જૂનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળના પ્રમુખ પ્રિતિબેન બી . વઘાસિયાએ જણાવ્યું હતું કે , આ સંસ્થા હમેશા જરૂરિયાતના સમયે લોકોની પડખે ઉભી રહી છે .  આ માટે સહયોગ આપતા તમામ નાના - મોટા દાતાઓનો  અને તેમજ હાલ માં ૨૧ કીટ ના દાતાશ્રી એવા  શ્રી રાજુભાઇ તળાવીયા.  ( અમૃત ઇન્સ્ટિટ્યૂટ કોલેજ ,તોરણીયા ,બીલખા )  વાળા નો પણ આભાર માન્યો હતો .. લોકડાઉન ૪ ના પણ  જૂનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળ  દ્વારા સેવાની જયોત અવિરત ચાલુ જ છે ..જૂનાગઢ માં સર્વ સમાજ ના  રોજે રોજ નું કમાતા  જરૂરિયાત મંદ ૧૫૬ જેટલા  પરિવાર  ને   આ રાશનની કીટ નું વિતરણ કરવામાં આવશે .. જરૂરિયાત મંદ પરિવાર ને ભોજન ની સહાય માટે ની રાશન ની કીટ . . આ રાશન કીટ પણ અપાશે.

(11:27 am IST)