Gujarati News

Gujarati News

News of Sunday, 19th May 2019

મોરબીના પીપળી રોડ પર ડમ્પર હડફેટે યુવાનનું મોત

મોરબી: મોરબીના પીપળી રોડ પર પુરપાટ આવતા ડમ્પર ચાલકે એકટીવાને હડફેટે લેતા યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના વાવડી રોડ પર આવેલ જનકનગર શેરીના રહેવાસી સુરેશ મહાદેવભાઈ સરાવાડીયા (ઉ.૨૬) વાળાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે તેમના ભાઈ અતુલભાઈને હરીપર કેરાળા રોડ પર ચાની કેન્ટીગ તથા અનાજ કારીયાણાની દુકાન હોય અને ગત તા.૧૫ ના રોજ અતુલભાઈ દુકાનેથી રાત્રીના ઘરે પરત ફરતા હોય દરમિયાન પીપળી રોડ પર જી.ઈ.બી. સબ સ્ટેશન નજીક ડમ્પર ચાલક જીજે ૦૩ એ ઝેડ ૬૮૩૧ના ચાલકે અતુલભાઈના એકટીવા જીજે ૩૬ ઈ ૮૮૬૫ સાથે હડફેટે લેતા તેને ગંભીર ઈજાઓ પહોચતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(11:11 am IST)
  • લોકસભા ચૂંટણી પરિણામ પહેલા બસપા સુપ્રીમો માયાવતી લખનઉથી દિલ્હી દોડ્યા: યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને મળશે: ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસના વિરોધમાં આક્રમક ભાષાનો ઉપયોગ કરનારી માયાવતીનું આ પગલું ચોંકાવનારું : ભાજપ પ્રણિત એનડીએને બહુમતી ન મળે તો કેન્દ્રમાં નોન-ભાજપ ગઠબંધન સરકાર બનાવવા માટે મનોમંથન થવાની શકયતા access_time 1:37 am IST

  • જૂનાગઢમાં પત્રકાર ઉપર લાઠીચાર્જ પ્રકરણમાં સસ્પેન્ડ થયેલા પીએસઆઇ ગોસાઈ અને બે કોન્સ્ટેબલને ફરીથી નોકરી ઉપર લેવાયા :સસ્પેન્ડ ઓડર બાદ આજે નવો હુકમ access_time 8:41 pm IST

  • સાંજે 6-45 વાગ્યે :ઉત્તરપ્રદેશમાં ભાજપને પછડાટ :કુલ 80 બેઠકો પૈકી 54 સીટના એક્ઝિટ પોલમાં ભાજપને માત્ર 14 બેઠકો અને સપા -બસપા ગઠબંધનને 40 બથકો મળશે ;એબીપી એક્ઝિટ પોલનો દાવો access_time 6:51 pm IST