Gujarati News

Gujarati News

News of Sunday, 19th May 2019

તુલસીશ્યામ રેન્જમાંથી બે સિંહબાળ લાપતા થતા વનવિભાગ દ્વારા સઘન શોધખોળ : વિસ્તારનું સ્કેનીગ ચાલુ

ખડિયા તળાવ નજીક છ માસના સિંહબાળનું નર સિંહ સાથે ઇનફાઇટમાં મોત થયું હતું :બે સિંહબાળ અને સિંહણ ગુમ થયા હતા ;સિંહણ જોવા મળી પણ સિંહબાળ લાપતા

 

રાજકોટ ;તુલસીશ્યામ રેંજમાથી હજુ બે સિંહબાળનો પતો નહીં લાગતા વનવિભાગ દ્વારા સઘન શોધખોળ હાથ ધરાઈ છે તુલસીશ્યામ રેન્જના રબારીકા રાઉન્ડ નીચે આવતા આંબલિયાળા વિડી નજીક આવેલા ખડીયા તળાવમાંથી બે દિવસ પહેલા માસના સિંહબાળનું ઇનફાઈટમાં મોત નીપજ્યું હતું. સાથે બીજા બે સિંહબાળ અને સિંહણ હતાં.જે હાલ ગાયબ છે તેને શોધવા માટે વનવિભાગે શોધખોળ શરૂ કરી છે.

  ખડીયા તળાવ રેવન્યુ વિસ્તારમાં ત્રણ દિવસ પહેલા એક માસના સિંહબાળની એક નર સિંહ સાથે ઇનફાઈટમાં મોત નીપજ્યું હતું. જે બાદ તેની સાથે બીજા બે સિંહબાળ અને સિંહણ હતા. જે હાલ ગાયબ છે. ત્યારે ઇનફાઈટમાં બીજા સિંહબાળ હાલ સુરક્ષિત છે કે નહીં તે વનવિભાગની જાણકારી બહાર છે. જ્યારે સવારે સિંહણ જોવા મળી હોવાનું વનવિભાગના સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. બે સિંહબાળ હાલ કેવી પરિસ્થિતિમાં અને ક્યાં છે? તેવો વેધક સવાલ લોકોમાં ઉઠી રહ્યો છે.
એસીએફ નિકુંજ પરમારએ જણાવ્યું હતું કે હજુ વિસ્તારનું સ્કેનીગ ચાલુ છે અને સિંહબાળના મોટા ભાગનો હિસ્સો મળી આવ્યો છે. જ્યારે અન્ય બે સિંહબાળ અને સિંહણ મિસિંગ અંગે પૂછવામાં આવતા તેઓ કહ્યું હતું કે સિંહણ સવારમાં જોવા મળી હતી. જ્યારે સિંહબાળને હજુ શોધવાની કામગીરી ચાલુ છે.

(10:28 am IST)