Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

વિછિયાના મોઢુકા રોડ પે ઘાસના આઇસર ટેમ્પોમાં આગ ભભૂકી :વીજતાર અડી જતા આગ લાગ્યાનું તારણ

 

રાજકોટનાં વિંછીયામાં આવેલા મોઢુકા રોડ ઉપર એક આઈસર ટેમ્પોનો ચાલક ઘાંસની ગાંસડીઓ ભરીને જઈ રહ્યો હતો. દરમિયાન વીજકંપનીનો જીવંત વીજ વાયર ઘાંસમાં અડી જતાં ચાલુ ટેમ્પોએ આગ લાગી હતી. આગની ઘટનાથી અજાણ ટેમ્પો ચાલક ટેમ્પો ચલાવતો રહ્યો ને ઘાંસ સળગતું રહ્યું હતું. ચાલુ હાલતમાં ટેમ્પો સળગતો જોઈ નજરે જોનારા લોકોમાં જાણે કૂતુહલ સર્જાયું હતું. આખરે 3 કિમી સુધી ટેમ્પો હંકાર્યા બાદ ચાલકને ઘટનાની જાણ થતાં આખરે વિંછીયાના જૂના માર્કેટ યાર્ડમાં જઈને ટેમ્પો ઊભો રાખ્યો હતો. જ્યાં આગ ઉપર કાબુ મેળવાતાં ટેમ્પો ચાલકે હાશકારો અનુભવ્યો હતો. આગની ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી.

(11:01 pm IST)