Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

ધ્રાંગધ્રાના રાજગઢ પાસેની ઓનેસ્ટ હોટલમાં લૂંટ કરનાર ૬ શખ્સો ઝડપાયા

વઢવાણ તા.૧૯: ધ્રાંગધ્રા તાલુકા પો.સ્ટે.ના રાજગઢ ગામ પાસે હાઇવે રોડ ઉપર ઓનેસ્ટ હોટલ ઉપર ગુનો બનતા આ કામના  ફરીયાદીશ્રી સતીષભાઇ બલરામભાઇ ચોરીસીયા રહે. અમદાવાદ, માલવણ હાઇવે, ઓનેસ્ટ હોટલ વાળાએ ફરીયાદ આપેલ છે. આ કામે હકીકત એવી છે કે આ કામના આરોપીઓ કેટા સફેદ કલર જીજે- ૧૩-એએચ-૫૫૫૬ તેમજ ટીયુવી મહીન્દ્રા ગાડી જેના રજી નંબર જીજે-૦૩-જેએલ-૨૯૬૮ વાળીમાં સાત માણસો આવી અને ઓનેસ્ટ હોટલમાં થઇ આ કામના આરોપીઓએ ફરીયાદીને કહેલ  કે જમવાનું આપો તેમ કહેતા ફરીયાદીએ કહેલ કે હોટલ બંધ થઇ ગયેલ છે. તેમ કહેતા આરોપીઓ ઉશ્કેરાઇ જઇ ફરી ને ઢીકાપાટુનો માર મારી એક ઇસમે છરી બતાવી ફરીયાદીના ખીસ્સામાં રહેલ રૂ. ૧૧૦૦૦/- ની લુંટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી દિપકકુમાર મેઘાણીએ એલ.સી.બી. સ્ટાફના આર.ડી.ગોહિલ પો.સબ ઇન્સ. તથા હેડ કોન્સ. ધર્મેન્દ્રસિંહ વાઘેલા તથા રવિભાઇ ભરવાડ તથા સરદારસિંહ ગોહિલ તથા પ્રતાપસિંહ પરમાર તથા કિશોરભાઇ પારધી તથા પો. કોન્સ. વિજયસિંહ રાણા તથા અજીતસિંહ સોલંકી તથા મહેન્દ્રસિંહ ગોહિલ તથા આબાદખાન મલેક વિગેરે સ્ટાફના માણસો ધ્રાંગધ્રા તાલુકા પો. સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

 તે દરમ્યાન આર.ડી. ગોહિલ પો.સબ ઇન્સ.ને મળેલ ખાનગી બાતમી આધારે ધ્રાંગધ્રા તાલુકાના જેગડવા ગામની ચોકડી ઉપર આવતા ખાનગી બાતમી આધારે વોચમાં હતા. તે દરમ્યાન આરોપીઓ (૧) અશોકભાઇ શંકરભાઇ બારડ (કારડીયા રાજપૂત) ઉ.વ. ૪૪ રહે. સુરેન્દ્રનગર, ૮૦ ફુટ રોડ, (ર) ઉર્વેશભાઇ રાધવભાઇ કેવડીયાા (પટેલ) ઉ.વ. ૩૫ રહે, સુરત. કતાર ગામ ,(૩) ઇલેશભાઇ કાળુભાઇ વિઠાણી (પટેલ) ઉ.વ. ૨૭ રહે. સુરત કતારગામ, (૪) વિપુલભાઇ અમરશીભાઇ ડોબરીયા (પટેલ) ઉ.વ. ૨૫ રહે. કાળા તળાવ તા. વલ્લભીપુુર જી. ભાવનગર (૫) ભાવેશભાઇ દેવજીભાઇ માવાણી (પટેલ) ઉ.વ. ૨૨ રહે. ખોપાળા તા. ગઢડા જી. બોટાદ, (૬) હરીવદનભાઇ જેઠાલાલ જોષી ઉ.વ. ૫૫ રહે. ધ્રાંગધ્રા, બાવળી રોડ વાળાઓને પકડી પાડી તેઓના કબજામાંથી મોબાઇલ નંગ-પ કિં રૂ. ૫૫૦૦૦/- તથા ગુનામાં વપરાયેલ કેટા સફેદ કલર જીજે-૧૩-એએચ-૫૫૫૬ વાળી ગાડી કિં. રૂ. ૧૫,૦૦,૦૦૦/- તથા ટીયુવી મહિન્દ્રા ગાડી જેના રજી નંબર જીજે-૦૩-જેએલ-૨૯૬૮ વાળી ગાડી કિં. રૂ. ૫,૦૦,૦૦૦/- તથા ગુનામાં વાપરેલ છરી મળી કુલ રૂ. ૨૦,૫૫,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી મજકુર ઇસમોની પુછપરછ કરતા ઉપરોકત ગુનાની કબુલાત કરેલ છે. જેથી મજકુર ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

(12:51 pm IST)