Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

જામનગરમાં ગુજરાતની પ્રતિભાઓને યુથ આઇકોન એવોર્ડથી નવા જાશે

જામનગર, તા.૧૮: કલબ અને રેસ્ટોરન્ટ સેવન સીઝર રીસોર્ટસ એન્ડ સ્પા તેમજ ઉતરાખંડના નેશનલ યુથ આઇકોન એવોર્ડ દ્વારા જામનગર, દેવભૂમિ દ્વારકા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતભરના જુદા જુદા ક્ષેત્રોમાં ટોચની પ્રતિભા ધરાવતી હસ્તીઓને સન્માનીત કરવા માટેનો સમારોહ આગામી ૨૬મી મે ના દિવસે સેવન સીઝન રીસલર્ટસમાં રાખવામાં આવ્યો છે જેમાં જુદી જુદી ૨૦ વધુ પ્રતિભાશાળી વ્યકતિઓને સન્માનીત કરવામાં આવશે.

આ યુથ આઇકોન એવોર્ડના સન્માન સમારોહ માટે તેમજએવોર્ડ વિનરની પસંદગી માટે જામનગર શહેરના નાગરીકોની જયુરી કમીટીની રચના કરી અધ્યક્ષ પદે મેયરશ્રી પ્રતિભાબેન કનખરા, તેમજ સંરક્ષર તરીકે પુર્વ ચેમ્બર પ્રમુખ કિરીટભાઇ મહેતાની નિમણુંક કરાઇ છે. ઉપરાંત અન્ય કમીટીમાં જામનગરના શ્રેષ્ઠીઓ ડો. કે.કેે. મહેશ્વરી, મહેમુદભાઇ વહેવારીયા, બી.કે.સાબુ, એડવોકેટ રાજેશભાઇ ગોસાઇ, એડવોકેટ વિરલભાઇ રાચ્છ, મિડીયાના રોનક માધવાણી, સેવન સીઝન રીસોર્ટસના ઉપેન્દ્ર અંથવાલ, સાહારાબેન મકવાણા, કે.કેે.સિંહ, પરાગ વોરા, જયેદેવ પુરોહિત, કે.કે. બિશ્નોય હિતેશ ગઢવી, ગીરીશ ઉનીયાલ તેમજ સાગર કનવાલ વગેરે પણ જોડાયા છે તેમજ તાજેતરમાં સેવન સિઝન ખાતે યોજાયેલ મીટીંગમાં યુથ આઇકોનના નેશનલ લીડર પદ્મશ્રી ડો. આર કે જૈન અને નેશનલ કમીટી ચેરમેન સ્પેશ્યલીસ્ટ નીરો સર્જન ડો.મહેશ કુડીયાલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેઓનું જયુરી કમીટી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

નેશનલ યુથ આઇકોન એવોર્ડ સમારોહની પૂર્વ તૈયારીના ભાગ રૂપે મહત્વની બેઠક યોજાઇ ગઇ હતી જેમાં કમીટીના તમામ સભ્યોએ ચર્ચા વિચારણા કરસ સન્માન સમારોહને આખરી અલપ આપવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી. ઉતરાખંડના નેશનલ યુથ આઇકોન એવોર્ડ દ્વારા પ્રતિ વર્ષ કલા, શિક્ષા, સંસ્કુતિઘ પત્રકારીતા, સમાજ સેવા, પર્યાવરણ, સંરક્ષણ, મનોરંજન, અને અન્વેશણ સહિતના જુદા-જુદા ક્ષેત્રોમાં કાર્ય કરતા પ્રતિભાશાળી અને વિશિષ્ટ મહાનુભાવોને આ યુથ આઇકોન એવોર્ડ એનાયત કરવામાં આવી છે. જે ઉતરાખંડ રાજયમાંજ આપતો હતો પરંતુ આ વખતે પ્રથમ એવો મોકો છે કે જે ગુજરાતરાજયને અપાયો છે. અને ખાસ કરીને ગુજરાતના જામનગરમાં સેવન સીઝન રીસોર્ટસ એન્ડ સ્પામાં આયોજીત કરવામાં આવી રહ્યો છે. તેમ યુથ આઇકોન એવોર્ડના સંસ્થાપક સસીભૂષણ મૈઠાણી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

જામનગરમાં ૨૬મી ના દિવસે આયોજીત એવોર્ડ વિતરણ સમારોહમાં ભારતીય સિને જગતના ગાયક અને ગુજરાતી ગઝલ સમ્રાટ મનહર ઉદાસ, ચિત્રા ત્રિપાઠી,ૅ રશ્મી દેસાઇ, રોહિત સદાના, જુબીન નોતિયાલ તેમજ ગુજરાતના પ્રખ્યાત લોક સાહિત્યકાર કિર્તીદાન ગઢવી, યોગેશ ગઢવી, પંકજ ભટ્ટ, ગુજરાતના સુપ્રસિધ્ધ લેખક અને સહિત્યકાર જય વસાવડા તેમજ કાજલ ઓઝા વૈદ્ય, ધૈવત ત્રિવેદી, જાણિતા કવિ રામલાલ કાબરા, રતનસિંહ અસ્વાલ સહિતના સમગ્ર દેશભરના જુદા જુદા પ્રાંતો માંથી સુપ્રસિધ્ધ હસ્તિઓને આ સન્માન સમારોહમાં ઉપસ્થિત રખાશે. જેઓની સાથે સાથે જામનગરના પ્રખ્યાત ક્રિકેટર સલીમ દુરાની સહિત ૨૦ જેટલા મહાનુભાવોનું વિશિષ્ટ સન્માન કરવામાં આવશે.

(12:03 pm IST)