Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

ગુંદાળા ગામે ડેમની કાર્યવાહીનું નિરિક્ષણ કરતા ચુડાસમા

 ધોરાજીઃ જળ એ જીવન છે. ભુપેન્દ્રસિંહ ચુડાસમા ગુંદાળા ગામે જેતપુર રોડ પર આપડે તળાવને ઉંડુ  ઉતારવાની કામગીરી ચાલુ હોય અને તેમાં બે જેસીબી અને ૨પ ટ્રેકટર દ્વારા કીંમતી કાપ કાઢીને ખેડુતો પોતાના ખેતરોમાં કિંમતી કાપ નાંખે છે. અને તળાવો ચેકડેમો વગેરે ઉંડા ઉતરે તો પાણીનો સંગ્રહ વધે અને ખેતી અને પીવાના પાણીનો સદઉપયોગ થાય તો ખેતી આબાદ થાય તેમ જણાવેલ. આતકે ભુપેન્દ્રસિંહ ચુડાસમાનું ભવ્ય સ્વાગત ગુંદાળાના અગ્રણીઓ અને સરપંચ વિઠ્ઠલભાઇ ડોબરીયા દ્વારા કરાયું હતું. અને આતકે રાજકોટ જીલ્લા ભાજપના પ્રમુખ ડી.કે. સખીયા જસુબેન કોરાટ, મનસુખ ખાચરીયા, કિશોરભાઇ શાહ, મહેશભાઇ ડોબરીયા, નવીન ધાકેચા, પી.જી કયાડા, આર.કે.રૈયાણી, ગોરધનભાઇ ધામેલીયા,  પ્રંશાતભાઇ કોરાટ, દિનેશભાઇ ગુદણીયા તેમજ આતકે ડે કલેકટર રાયજાદા તેમજ મામલતદાર સહીતના હાજર રહેલ અને તળાવ ઉંડુ ઉતારવાની કામગીરીને બીરદાવેલ હતી અને જળસંગ્રહથી થતા ફાયદો વિશે મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ લોકોને માર્ગદર્શન આપેલ હતું. તે પ્રંસગની તસ્વીર

(12:00 pm IST)