Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

બે કિમીની લંબાઇ ધરાવતા ચાંદીગઢના ગાંધી સરોવરમાં રોજ ૧૦૦ ટ્રેકટર માટી કાઢી જમીનને ફળદ્રુપ કરી રહેલા કિસાનો

જૂનાગઢ જિલ્લાના ચાંદીગઢ ગામમાં જળસંચય અભિયાન બન્યું લોકપર્વ : ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ચાંદીગઢ ગામના કામનું નિરીક્ષણ કર્યું: ૩૪ વર્ષ પહેલા જેણે સરોવરના નિમાર્ણમાં શ્રમદાન કર્યું હતું તે વડીલોએ તળાવ ઉંડુ કરવા શ્રમદાન કરી યાદો તાજી કરી

જૂનાગઢ તા.૧૯: પ્રભુના પ્રસાદ જળને ઝીલવા રાજય સરકારે સુફલામ સુજલામ જળ અભિયાનનો આરંભ કરાવ્યા પછી તેમાં જન શકિતનો પ્રતિસાદ મળતા આ અભિયાન જન અભિયાન બન્યું છે.  આગામી ચોમાસામાં મેદ્યરાજાની કૃપા રૂપે આવનારા જળને બચાવવા ગુજરાતની જન શકિતએ વિરાટ પુરૂષાર્થ આરંભ્યો છે. આ જળ અભિયાનમાં જૂનાગઢ જિલ્લાના ખેડૂતો અને સંસ્થાઓ પણ લોકભાગીદારી કરીને જોડાયા છે. જૂનાગઢ જિલ્લાના કેશોદ  પાસેના ચાંદીગઢ ગામમાં  આ વિસ્તારનું ગાંધી સરોવર છેલ્લા બે દિવસથી જળ આરાધનાનું સાક્ષી બન્યું છે. રાજયના શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ચાંદીગઢના ગાંધી સાગરમાં ખેડૂતો દ્વારા માટી કાંપ કાઢીને તળાવને ઉંડુ કરવાની કામગીરીનો પ્રારંભ કરાવ્યા બાદ ગામમાં લોક પ્રતિસાદ મળતા શ્રમદાનની કામગીરી

  ચાંદીગઢનું ગાંધી સાગરનું નિર્માણ ૧૯૮૪માં આ વિસ્તારમાંથી નિકળતી નદીના પાણીને સંગ્રહિત કરવા કરવામાં આવ્યુ હતું. ૨ કિમીથી વધું લાંબા આ સરોવરમાં  ચોમાસામાં અનેક પક્ષીઓનો વસવાટ રહે છે. ચાંદીગઢનું સરોવર છલકાઇ એટલે આસપાસના ગામના લોકો તળાવને જોવા ઉમટી પડે છે. જયા નજર નાંખો ત્યા સુધી લહેરાતા નીરને નીરખીને ગ્રામજનોના મન પણ છલકાઇ જાય. આવું સુંદર સરોવર છેલ્લા કેટલાક વર્ષથી ઉપરવાસમાંથી તણાયને આવતા માટીકાંપને લીધે છીછરૂ થઇ ગયું હતું. ગામ લોકો- વડીલો  ગામના પાદરે બેઠા હોય ત્યારે તળાવમાં ભરાઇ ગયેલા કાંપની ચિંતા કરે અને કાંપ કાઢવાની મંજુરી લેવાની ચર્ચા કરે.આ સ્થિતિ વચ્ચે  ગામના લોકો અને ગ્રામ પંચાયતના સરપંચશ્રીને જાણ થઇ કે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજયમાં સુજલામ સુફલામ જળ અભિયાન શરૂ કરાવ્યું છે. ખેડૂતો જાતે તળાવ ઉંડુ કરી શકે અને તેમાંથી માટી લઇ જવાની છુટ આપવામાં આવી છે, તે જાણીને ગામના લોકોમાં આનંદની લાગણી છવાઇ ગઇ. કેશોદના નાયબ કલેકટર રેખા બા સરવૈયાને જાણ કરીને ખેડૂતોએ ગામને સમૃધ્ધ જળ વારસો આપવાના અને ખેતીની જમીન સમૃધ્ધ કરવાના પુરૂષાર્થના શ્રી ગણેશ રાજયના શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં થયાં. બસ બે દિવસમાં આ ઉપક્રમ લોક પર્વમાં ફેરવાઇ ગયો. કારણ કે કેશોદ તાલુકાનું સુંદર સરોવર નવસાધ્ય થઇ રહયું છે.

 ચાંદીગઢના સરપંચ શ્રી સાજણભાઇ ગીગાભાઇ વદરે ગામના સરોવરને નવસાધ્ય કરવાના કાર્યને ગામનો લોક ઉત્સવ કહીને પ્રતિભાવ આપ્યો કે, ચાંદીગઢ અને આસપાસના  ખેડૂતો જાતે તળાવ ઉંડુ કરીને રોજ ૧૦૦ ટ્રેકટર માટી કાઢી તેમની જમીન ફળદ્રુપ કરી રહયા છે. બે દિવસ પછી બે જેસીબીની મદદથી ૨૦૦ ટ્રેકટર માટી નીકળશે. અમે શ્રમદાનના સ્થળે ચા પાણી, નાસ્તા કરીને જૂની યાદો તાજી કરી રહયા છે, એવા જ ગામના વડીલ રવજીભાઇ પરમારે કહયું કે રાજય સરકારના આ અભિયાનથી મને આ તળાવમાં શ્રમદાન કરવાનો મોકો ૩૪ વર્ષે મળ્યો તેનો આનંદ છે. જયારે આ તળાવ બનતું હતું ત્યારે ૨૫ વર્ષની ઉંમરે મેં શ્રમદાન કર્યું હતું.આજે આ તળાવને ઉડું કરવાનો આનંદ છે. અત્યારે ઉનાળામાં ગયા ચોમાસાનું તળાવમાં થોડુંદ્યણું પાણી પણ છે. હવે જળ સંગ્રહ ક્ષમતા વધતા આગામી ચોમાસામાં ગાંધી સાગરમાં વધારે પાણી

 ખેડુત શ્રી અશ્વિનભાઇ રાયજાદાએ કહયું કે ચાંદીગઢના આ સરોવરમાં એકદમ કાળી માટીના થર છે. આ માટી અમારા માટે સોના કે ચાંદી સમાન છે. જેને ખેતરમાં પાથરવા અમે રાહ જોતા હતા, આ અવસર  સરકારના અભિયાનથી આવ્યો છે. નજીકમાં હડાળા ગામ પાસેજ આ જ નદી પરના ચેકડેમને ઉંડો કરી ચેકડેમનો પાળો ઉંચો કરી જળ સંગ્રહ શકિત વધારવાની કામગીરી પુર્ણ કરવામાં આવી છે.

      ગાંધી સરોવરની મુલાકાત જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધીએ પણ લીધી હતી. સરોવર ઉંડુ થઇ જાય પછી કાંઠા વિસ્તારમાં  ઝાંડી- ઝાંખરા દુર કરી દેશી વૃક્ષો વાવી આ સ્થળને વધું રમણીય અને પર્યટન સ્થળ બનાવવા ગામલોકોના સુચન વધાવી આ દિશામાં આયોજન કરવા સંબંધિત અધિકારીઓને સુચના આપી હતી.

''સંકલન''

નરેશ મહેતા માહિતી ખાતુ જુનાગઢ

(11:53 am IST)