Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

ભુજના કેરા પાસે બાઇક અકસ્માતમાં એન્જીનીયરીંગનાં વિદ્યાર્થીનું મોત

ભુજ તા. ૧૯ :.. તાલુકાના કેરા ગામ પાસે એચ. જે. ડી. કોલેજના છાત્રાને નડેલા અકસ્માતમાં ર૩ વર્ષીય યુવાનનું મોત નિપજયું હતું. મુળ ગઢશીશાનો એકાંત જયંતીલાલ વાસાણી એચજેડી કોલેજમાં ઇલેકટ્રીકલ શાખાની પરીક્ષા આપ્યા બાદ કોઇ કામસર પાછો કોલેજ જઇ રહ્યો હતો ત્યારે તેની બાઇક સાથે કોઇ અજાણ્યુ વાહન અથડાતાં માથા ઉપર ગંભીર ઇજાઓ થવાના કારણે તેનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું. અકસ્માત ના પગલે કોલેજ પરિવાર અને પાટીદાર સમાજમાં શોક સાથે અરેરાટી વ્યાપી ગઇ છે.

(11:51 am IST)