Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

તળાજા કોર્ટમાં અસિલ માટે વકિલોએ શુ કર્યુ, કયાં કેસ પહોંચ્યોની જાણકારી માટે મશીન મુકવામાં આવ્યુ

તળાજા તા. ૧૯ :.. કોર્ટમાં ચાલતા કેસોની વિગત પક્ષકારો સ્વંય રીતે જાણી શકે તેવા ઉમદા આશય સાથે ન્યાયતંત્ર દ્વારા ફાળવવામાં આવેલ કોમ્પ્યુટર કયુસેક મશીનનો તળાજા કોર્ટના જજ એ લોકો માટે ખુલ્લુ મુકયુ હતું.

આ બાબતે સીનીયર એડવોકેટ વિભાકરભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતું કે અસીલોને, પક્ષકારોને પોતાના કેસ નંબરની ખબર હોય તો આ મશીનમાં કેસ નંબર, વકીનું નામ નાખતા તળાજા કોર્ટમાં ચાલતા અને ચાલેલા તમામ કેસની વિગતો આંગળીના ટેરવે કયુસેક મશીનમાંથી જાણવા મળી શકે છે. તેના માટે પક્ષકાર શિક્ષીત હોવો જરૂરી છે.

અસીલનો કેસ વકીલએ કેવી રીતે ચલાવ્યો છે. વર્તમાન સ્થિતિ શુ છે સાથે કરંટ અપડેટ પણ આ મશીનમાંથી જાણવા પક્ષકારોએ મળશે. જેનાથી ન્યાયતંત્રનો ઉમદા હેતુ એવો છે કે પક્ષકારો પોતાના કેસથી સંપૂર્ણ પણે વાકેફ રહે.

કોર્ટ સામે બહારપણ મોટી સ્ક્રીનો મુકવામાં આવે છે.

જે સ્ક્રીનોમાંથી કોર્ટ કામમાં ચાલતા કેસની વિગતો જાણી શકાય છે.

લોકહીતાર્થે મશીન ખુલ્લુ મુકવાના સમયે બીજા એડીશ્નલ સીવીલ જજ ડોડીયા, બાર એસો.ના પ્રમુખ હાર્દિકભાઇ ઓઝા, વકીલ મંડળના સભ્યો પણ હાજર રહ્યા હતાં.

(11:49 am IST)