Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

જામકંડોરણામાં બીજની ઉજવણી

 જામકંડોરણા ખાતે ગોંડલ રોડ ઉપર સારણનદીને કિનારે બિરાજમાન શ્રી રામદેવપીર ભગવાનના મંદીરે બીજ નિમિતે પાઠનું આયોજન કરવામાં આવેલ  જેમાં જામકંડોરણા સહિત ગ્રામ્ય પંથકમાં શ્રધ્ધાળુઓ પુજા, અર્ચના, મહાઆરતી અને મહાપ્રસાદનો લાભ લીધો હતો. આ તકે જુનાગઢના શાસ્ત્રીજી ચેતનભાઇ શુકલનું શાલ ઓઢાડીને સંજયભાઇ  અને જીતુભાઇ કોયાણીએ સન્માન કર્યું હતુ ધર્મોત્સવને સફળ બનાવવા હાર્દીક મહેતા, ગાંડુભાઇ કોયાણી (ભગત) ભાવેશ ગજેરા, વિનુભાઇ વસોયા,  ચંદુભાઇ વસોયા, પરબતભાઇ પંપાણીયા, જગાભાઇ લીલા (રાજકોટ) હિરેનભાઇ કોયાણી, મહેશભાઇ બગડા, રાજુભાઇ બગડા, સામતભાઇ પરમાર, લવાભાઇ કોયાણી, પ્રવીણભાઇ સતાસીયા, ચીમનભાઇ કોયાણી, સંજયભાઇ પટોડીયા સહિતના  ભાવિકોએ જહેમત ઉઠાવી  હતી. તસ્વીરોમાં ધર્મલાભ લેતા મહેમાનો અગ્રણીઓ અને શ્રધ્ધાળુઓ દર્શાય છે.

(11:46 am IST)